દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કરવા માંગે છે. સામાન્ય રીતે લોકો ગમે ત્યાં ફરવા જાય છે, પછી ત્યાં ખાય-પીવે છે, અહીં-ત્યાંની હરિયાળી જુએ છે, પહાડો અને ધોધ જુએ છે અને પછી ત્યાંથી પાછા આવે છે. પરંતુ સાથે સાથે કેટલાક લોકો એવા પણ હોય છે જેમને કંઇક અલગ, કંઇક હિંમતભર્યું કામ કરવાનું મન થાય છે. આવા લોકો માટે પેરાગ્લાઈડિંગ (Paragliding), ડાઈવિંગ અને બંજી જમ્પિંગ જેવી રમતો શ્રેષ્ઠ છે. છેલ્લા 10-15 વર્ષોમાં આ રમતો પ્રત્યે લોકોનો રસ ઘણો વધી ગયો છે. પહેલા લોકો આ બધી વસ્તુઓ માત્ર ફિલ્મોમાં જ જોતા હતા, ખાસ કરીને પેરાગ્લાઈડિંગ, પરંતુ આજે ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં પેરાગ્લાઈડિંગ એક્ટિવિટી કરવામાં આવે છે.
તમને યાદ હશે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પેરાગ્લાઈડિંગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક ડરથી બૂમો પાડી રહ્યો હતો અને નીચે ઉતારવાનું કહી રહ્યો હતો. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને છોકરાના પેરાગ્લાઈડિંગ વીડિયોનું ‘ફીમેલ વર્ઝન’ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ વીડિયોમાં પણ ડરના કારણે યુવતીની હાલત ખરાબ છે.
Paragliding is Amazing, isn’t it ? pic.twitter.com/Y6pKUx35sa
— Dr. M V Rao, IAS (@mvraoforindia) January 15, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીએ કેવી રીતે પોતાનો ચહેરો બનાવ્યો છે. તે વારંવાર ઈસ્ટ્રક્ટરને કહે છે કે ભાઈ, મને બહુ ડર લાગે છે, હું નીચે જોઈ શકતી નથી, મને નીચું જોવા ન દો. તે જ સમયે, ઈસ્ટ્રક્ટર પણ છોકરીને વારંવાર સમજાવે છે કે તું નીચું ના જોતી, તું ફક્ત કેમેરા તરફ જોતી રહે. આ દરમિયાન તે મજાકમાં એમ પણ કહે છે કે તમારો વીડિયો રેકોર્ડ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જશે. આ બાબતે છોકરીના ચહેરા પર એકવાર સ્મિત આવી જાય છે, પરંતુ તેના ચહેરા પર ડર તો રહે જ છે.
આ ફની વિડિયો IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેને કેપ્શન આપ્યું છે કે, ‘પેરાગ્લાઈડિંગ અદ્ભુત છે, નહીં?’ 47 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં 1600થી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયોને લાઈક અને કોમેન્ટ પણ કરી છે.
આ પણ વાંચો: અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો
આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા