Funny Video : કુતરા સાથે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી યુવતીને ભારે પડી ! ગુસ્સે થયેલા કુતરાએ દીદીના કર્યા હાલ-બેહાલ

આજકાલ એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ શાનદાર વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Funny Video : કુતરા સાથે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી યુવતીને ભારે પડી ! ગુસ્સે થયેલા કુતરાએ દીદીના કર્યા હાલ-બેહાલ
Funny video goes viral
| Edited By: | Updated on: Nov 25, 2021 | 2:42 PM

Funny Video : આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક યુઝર ઈન્ટરનેટની દુનિયામાં ફેમસ થવા માટે અજીબોગરીબ હરકત કરતા જોવા મળે છે. કેટલાક લોકો તો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પણ વીડિયો બનાવતા અચકાતા નથી.

આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral video) થઈ રહ્યો છે, જેમાં એક યુવતી કૂતરા (Dog) સાથે અલગ-અલગ રીતે પોઝ આપીને વીડિયો બનાવી રહી છે, પરંતુ કૂતરાએ તેની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

દીદીના અરમાનો પર કુતરાએ પાણી ફેરવ્યુ

વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે લાલ સૂટ (Red Suit) પહેરેલી એક યુવતી વીડિયો બનાવી રહી હતી, ત્યારે કૂતરો ગુસ્સે થઈ જાય છે અને તેના પર ભસતો જોવા મળે છે. જેના કારણે યુવતીનો વીડિયો ખરાબ થઈ જાય છે, સાથે જ તે થોડીવાર માટે ડરી જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર smriti.rajput1137 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે

આ રમુજી વીડિયો યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ શાનદાર વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, કુતરાએ તો ખરેખરની બેજ્જતી કરી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દીદી હવે ડોગી સાથે રીલ બનાવતા પહેલા સો વખત વિચાર કરશે. આ સિવાય અન્ય યુઝર્સ યુવતીને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : લગ્નમાં નાગિન ડાન્સ બાદ જીમ ડાન્સનો ક્રેઝ ! આ અનોખો ડાન્સ જોઈ લોકોએ કહ્યુ ‘બસ કર ભાઈ’

Published On - 2:40 pm, Thu, 25 November 21