Video : પાપાની પરીએ ગભરાટમાં દબાવી દીઘી સ્કૂટીની બ્રેક ! પછી જે થયુ તે જોઈને યુઝર્સ કહ્યુ” યે તો હેવી ડ્રાઈવર હૈ “

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં ગભરાટમાં યુવતી સ્કૂટીને બ્રેક મારે છે,પછી કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : પાપાની પરીએ ગભરાટમાં દબાવી દીઘી સ્કૂટીની બ્રેક ! પછી જે થયુ તે જોઈને યુઝર્સ કહ્યુ યે તો હેવી ડ્રાઈવર હૈ
girl fell down on scooty
| Edited By: | Updated on: Jan 10, 2022 | 3:58 PM

Funny Video : ઈન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે.સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેક કોઈ ડાન્સ વીડિયો(Dance Video) કે ક્યારેક કોઈ સ્ટંટ વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે.આ વીડિયો જોઈને ક્યારેક લોકો આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક યુવતી ગભરાટમાં કંઈક એવુ કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

ગભરાટમાં થયુ કંઈક આવુ….!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ(Petrol)  પુરાવીને નીકળી રહી છે,જેવી યુવતી રોડે ચડી કે કે તેને સામેથી એક બસ આવતી દેખાય છે. હવે ગભરાટમાં આવીને યુવતીએ સ્કૂટીની બ્રેક દબાવી દીધી, જેના કારણે સ્કૂટી બેકાબૂ બની જાય છે અને તે સ્કૂટી સાથે ગટરમાં પડી જાય છે. આ જોઈને સામેથી આવતી બસનો ડ્રાઈવર (Bus Driver) પણ થંભી જાય છે અને બસમાંથી ઉતર્યા બાદ તરત જ એક વ્યક્તિ યુવતીને ગટરમાંથી બહાર કાઢે છે.આ રમુજી વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી official_viralclips નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, પાપની પરીએ ભારે કરી…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે યુવતી સ્કૂટી ચલાવતા પહેલા સો વખત વિચાર કરશે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Funny Video: સ્ટંટના ચક્કરમાં યુવાનની સરેઆમ થઈ બેઈજ્જતી, યુઝર્સ કહ્યું “હિરોપંતી ભારે પડી “