સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાને રિલીઝ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે,પરંતુ ફિલ્મના એક્શનથી લઈને ગીતો સુધીનો ક્રેઝ દર્શકોમાં હજુ પણ અકબંધ છે. ફિલ્મનું સામી-સામી સોંગ હોય કે પછી ઓ અન્ટવા, પુષ્પાના તમામ ગીતોને ચાહકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. ઘણા લોકો જાહેરમાં આ સોંગ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી પુષ્પાના સામી-સામી ગીત પર જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી રહી છે.
નવાઈની વાત એ છે કે યુવતીએ ચાલતી ટ્રેનમાં લોકોની ભીડ વચ્ચે ડાન્સ કર્યો છે, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયો સહકાજલ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવતી બ્લેક એન્ડ વ્હાઇટ ટોપમાં જોઈ શકાય છે. વીડિયોમાં તે પુષ્પા ફિલ્મના સામી-સામી ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
યુવતીના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. તેના ડાન્સની કોમેન્ટ અને પ્રશંશા પણ કરી રહ્યા છે. પુષ્પા ફિલ્મની વાત કરીએ તો તે ડિસેમ્બર 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે અભિનેત્રી રશ્મિકા મંદન્ના લીડ રોલમાં હતી.
Published On - 11:17 am, Mon, 13 March 23