
સોશિયલ મીડિયા પર લોકો ઘણીવાર તેમની પ્રતિભા દર્શાવતા જોવા મળે છે. વિવિધ રીતે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતા લોકોના વીડિયો અવારનવાર ઓનલાઈન વાયરલ થતા હોય છે, જેમાં લોકોની તાકાત અને ટેકનિક જોઈને ઘણા લોકો દંગ રહી જાય છે. જો તમને પણ આવા વીડિયો જોવાનું ગમતું હોય તમને અહિ એક એવો જ વીડિયો જોવા મળશે. આ વીડિયોમાં માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતી એક મહિલા તેની કોણી વડે લાકડાના પાટિયા તોડતી જોવા મળે છે. તમે પણ જોવો જ જોઈએ મહિલાનો આ જબરદસ્ત વીડિયો.
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે એક મહિલાને તેની કોણી વડે લાકડાના પાટિયા તોડતા જોઈ શકો છો. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ મહિલા માર્શલ આર્ટ સેન્ટરમાં હાજર છે અને જ્યાં અન્ય લોકો પણ અલગ-અલગ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ મહિલાની સામે લાકડાના એક ઉપર એક સાત પાટિયા મુકવામાં આવ્યા છે અને તે પોતાની કોણી વડે તે બધાને એક સાથે તોડી નાખે છે, જેને જોઈને તમે પણ આ મહિલા માટે તાળીઓ પાડ્યા વગર રહી શકશો નહીં.
આ પણ વાચો: Viral Video : કન્નડ મહિલાએ મરાઠી પોલીસમાં ચોરીની ફરિયાદ કરી, વીડિયો જોઈને લોકો હસીને લોટપોટ થઈ ગયા
શું તમે જોયું કે તે કેટલું આશ્ચર્યજનક હતું. મહિલાની આ કૌશલ્ય અને શક્તિ જોઈને દરેક લોકો દંગ છે અને આ મહિલાના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો @averytripp_martial_arts દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો થોડા અઠવાડિયા પહેલા શેર કરવામાં આવ્યો છે અને પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી તેને 30 લાખથી વધુ યુઝર્સ દ્વારા જોવામાં આવ્યો છે. આટલું જ નહીં, ક્લિપને 10 લાખથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે અને આ સંખ્યા દરરોજ વધી રહી છે. યુઝર્સે આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એકે યુઝરે વખાણ કરીને લખ્યું, જોરદાર ધ્યાન અને ટેકનીક બ્રેવો.