TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: “બાપુ, તમારે ત્યાં લગ્નમાં જોરદાર સોશિયલ ડિસ્ટન્સ હતું હો!”

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: “બાપુ, તમારે ત્યાં લગ્નમાં જોરદાર સોશિયલ ડિસ્ટન્સ હતું હો!
Tv9 Gujarati 'Hasya no Dayro'
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:04 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

આપણાં સમાજમાં છોકરી પરણીને સાસરે જાય એટલે એને એડજસ્ટ થવું પડે છે કારણ કે એનાં માટે બધું નવું હોય છે.

જેમ કે વાઈફાઈનો પાસવર્ડ.🤣🤣

…………………………………………………………………….

“બાપુ, તમારે ત્યાં લગ્નમાં જોરદાર સોશ્યલ ડિસ્ટન્સ હતું હો!”

બાપુ: “અંદરો અંદર ભળતું નો હોય એવાંને જ તેડાવ્યા હતા.”

…………………………………………………………………….

😂 ભગો: તારી પત્ની ચાર દિવસથી લાપતા છે, છતાં તે પોલીસને જાણ કેમ ન કરી..??

ભુરો: પોલીસનું કાંઈ નક્કી ન કહવાય, કદાચ શોધી પણ લાવે..!!!!
😀😀😀
……………………………………………………………………..

🤣🤣
પ્રિન્સિપાલ :- બતાવો તાજમહેલ ક્યાં છે?

વિધાર્થી:- આગ્રા

પ્રિન્સિપાલ :- ખોટું… જુનાગઢમાં છે…!
🤤🤤
બધા વિધાર્થી વિચારમા પડી ગયા અને મુંજાઇ ગયા
😭😭
આ બાબતે વિધાર્થીઓ એ ઘરે માં બાપને વાત કરી

બીજા દિવસે બધા માં બાપ સ્કુલમાં આવ્યા અને પ્રિન્સિપાલ ને ફરીયાદ કરવા લાગ્યા, તમે છોકરાઓને ખોટુ કેમ શીખવો છો
👏👏👏
પ્રિન્સિપાલ :- વાત ઈ છે કે તમારા છોકરાઓની ફી જ્યાં સુધી જમા નહીં કરાવો ત્યાં સુધી તાજમહેલ જુનાગઢ માં રહેશે….
🤣🤣🤣🤣🤣😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

CDAC Recruitment 2021: CDACમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, જુઓ વિગતો

આ પણ વાંચો –

Vibrant Gujarat Summit 2022 : યુકે સહિત 18 કન્ટ્રી પાર્ટનર બન્યા, 5368 થી વધુ કંપનીઓ પણ રજીસ્ટર થઈ

આ પણ વાંચો –

Rajya Sabha: TMC નેતા ડેરેક ઓ’બ્રાયને મહાસચિવ પર રૂલ બુક ફેંકી, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે વ્યક્ત કરી નારાજગી