ગેસ સિલિન્ડર 5 હજારનો થાય કે પેટ્રોલ 4 હજારનું થાય વોટ તો મોદીને જ આપીશ- આખરે શર્માજીને કેમ ગમે છે મોદીજી- સાંભળો

ગેસ સિલિન્ડર 5 હજારનો થાય કે પેટ્રોલ 4 હજારનું થાય વોટ તો મોદીને જ આપીશ- આખરે શર્માજીને કેમ ગમે છે મોદીજી- સાંભળો

| Updated on: Dec 05, 2023 | 8:19 PM

ત્રણ રાજ્યોમાં ભાજપની બંપર જીતનો તમામ શ્રેય પીએમ મોદીને આપવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકરો તો ઠીક વિપક્ષી પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ જીત પાછળ મોદી ફેક્ટરને જવાબદાર ગણે છે. ત્યારે યુપીના શર્માજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમા તેઓ ચાહે ગમે તે થઈ જાય, વોટ તો મોદીના જ આપવાની વાત કરી રહ્યા છે

તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત થઈ છે. આ જીતના સૌથી મોટા હક્કદાર પીએમ મોદીને ગણાવાઈ રહ્યા છે. જેમા ભાજપના કાર્યકરો, નેતાઓ, સાંસદો તો તેમના નેતાની પ્રશંસા કરતા થાકતા નથી. પરંતુ નવાઈની વાત તો એ છે કે વિપક્ષી પાર્ટીના નેતા પણ આ જીતનો શ્રેય પીએમ મોદીને આપી રહ્યા છે. સદનમાં કોંગ્રેસના નેતા વિપક્ષ અધિર રંજન ચૌધરીએ પણ ત્રણ રાજ્યોના પરિણામો પર એવુ નિવેદન આપ્યુ કે આ ભાજપની જીત નથી પરંતુ મોદીની જીત છે. પરંતુ દેશના સામાન્યમાં સામાન્ય લોકોમાં પણ પીએમ મોદી પ્રત્યે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. આવો જ એક યુપીના શર્માજીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

યુપીના શર્માજી પીએમ મોદીના બહુ મોટા પ્રશંસક છે અને પીએ મોદી વિશે એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. તેમનો એઅક વીડિયો સામે આવ્યો છે, જેમા કોઈ લોકલ ચેનલના રિપોર્ટર તેમને પૂછી રહ્યા છે કે માની લો કે ગેસ સિલિન્ડર 5000 રૂપિયાનો થઈ જાય તો ? જેના જવાબ શર્માજી કહે છે 5000 નો ગેસ સિલિન્ડર થઈ જાય તો પણ વોટ તો મોદીને જ આપશે. રિપોર્ટર તુરંત બીજો સવાલ કરે છે કે 4000 રૂપિયાનુ લીટર પેટ્રોલ થઈ જશે તો ? ત્યારે પણ શર્માજી સેકન્ડનો પણ વિચાર કર્યા વિના કહે છે તો પણ વોટ તો મોદીજીને જ આપશે.ત્યારબાદ તેઓ ત્યાં સુધી કહે છે કે ભલે એક ટાઈમ ભોજન મળે પણ વોટ તો મોદીને જ આપશે, વધુમાં કહે છે કે ચાહે તેમના સંતાનો ભણે કે ન ભણે પણ વોટ તો મોદીને જ આપશે.

જુઓ વીડિયો

ત્યારબાદ રિપોર્ટર તેમને કહે છે કે મોદીજી તો તમામ સરકારી ચીજો વેચી રહ્યા છે, રેલવેને પણ વેચી નાખ્યુ ત્યારે પણ શર્માજી આત્મવિશ્વાસથી કહે છે કે ના એ ના વેચે તેમના નામ પર કોઈ ધબ્બા લગાવે છે. વિરોધી પાર્ટીઓ તેમના નામે અપપ્રચાર કરે છે તેવુ પણ શર્માજી જણાવે છે. આ શર્માજી કોઈ બહુ જાજુ ભણેલા એલિટ ક્લાસના વ્યક્તિ નથી. એક સાવ સામાન્ય વ્યક્તિ છે, જે પોતાની નાનકડી દુકાન ચલાવે છે અને રોજનું કમાઈને રોજનુ ખાનારા છે અને રોજમદારના વર્ગમાં આવે છે છતા તેમની મોદી માટેની અપાર શ્રદ્ધા અને અપાર પ્રેમ આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે.

આ પણ વાંચો: અમદાવાદ: માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો, વધુ પૈસાદાર થવા શરૂ કર્યો નશાનો કારોબાર

 

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 05, 2023 07:36 PM