Video : ગજરાજે ગણપતિના ચરણોમાં ઝુકાવ્યુ શીશ ! લોકોએ કહ્યું “આવી ભક્તિ પહેલા ક્યારેય જોઈ નથી”

તાજેતરમાં એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથી ગણેશ ભગવાનના શરણોમાં શીશ ઝુકાવી રહ્યો છે.

Video : ગજરાજે ગણપતિના ચરણોમાં ઝુકાવ્યુ શીશ ! લોકોએ કહ્યું આવી ભક્તિ પહેલા ક્યારેય જોઈ નથી
Elephant Video Viral on Social media
| Edited By: | Updated on: Sep 13, 2021 | 12:30 PM

Viral Video: પ્રાણીઓમાં પણ માનવીઓની જેમ લાગણીઓ હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના (Animals Video) કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલીક વખત પ્રાણીઓની હરકતો જોઈને આશ્વર્ય પણ થાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગજરાજ ગણેશના દર્શન કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્ટરનેટ પર તમે પ્રાણીઓના ઘણા વિડીયો જોયા હશે, પરંતુ આજે અમે જે વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે અલગ છે. આ વિડીયો એક સુંદર અને મનોહર હાથીનો છે. હાથી કે કોઈ પ્રાણીની ભગવાન (Ganesh Lord) પ્રત્યે આવી ભક્તિ તમે પહેલા ક્યારેય જોઈ નહિ હોય. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હાથી ભગવાન ગણેશના શરણોમાં શીશ ઝુકાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

ગજરાજ ગણેશની ભક્તિમાં લીન

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંદિરમાં ભગવાન ગણેશની (Ganesha) પૂજા થઈ રહી છે, ત્યાં ઘણા લોકો હાજર છે. મંદિરમાં લોકો ઉપરાંત એક હાથી પણ જોવા મળે છે. જેમ પૂજા દરમિયાન ભક્તો સાથે હાથી પણ ખૂબ શાંત ઉભો છે. હાથી લોકોની જેમ બેસીને ભગવાન ગણેશની પૂજા કરવાનું શરૂ કરે છે. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો VertigoWarrior નામના યુઝરે ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘સનાતન ધર્મ કી જય.’ જ્યારે અન્ય યુઝર્સ પણ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોએ જોયો છે.

 

આ પણ વાંચો: Video : ફૂટબોલ મેચ દરમિયાન દર્શકોએ બચાવ્યો બિલાડીનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Viral : એક વ્યક્તિએ સોનાના આભૂષણોમાંથી બનાવ્યુ ડો. એપીજે અબ્દુલ કલામનું ચિત્ર, લોકોએ કહ્યુ “ક્યા ટેલેન્ટ હૈ”