Viral Video : ટ્ર્કમાં ઘરના સામાનની જેમ લોડ કરવામાં આવી કાર, યુઝર્સે કહ્યું- હેવી ડ્રાઈવર મેક્સ પ્રો વર્ઝન !!

આપણે ભારતીયો જુગાડનો ઉપયોગ કરીને આપણું કામ કરાવવામાં નિષ્ણાત છીએ. હાલમાં જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક જુગાડબાઝ પીકઅપ ડ્રાઈવર જોવા મળી રહ્યો છે.

Viral Video : ટ્ર્કમાં ઘરના સામાનની જેમ લોડ કરવામાં આવી કાર, યુઝર્સે કહ્યું- હેવી ડ્રાઈવર મેક્સ પ્રો વર્ઝન !!
Funny viral video
| Edited By: | Updated on: Mar 16, 2023 | 10:06 PM

ભારત સહિત આખી દુનિયામાં અનેક જુગાડ પ્રકૃતિ ધરાવતા લોકો રહે છે. તેમાં પણ ભારતના દેશી જુગાડના આખી દુનિયામાં જાણીતા છે. સોશિયલ મીડિયા પર આવા જુગાડના વીડિયો ભારે વાયરલ થતા રહે છે. કામ ગમે તેટલું અઘરું હોય પણ જુગાડ લગાવીને લોકો તેને સરળ બનાવી દેતા હોય છે. આપણે ભારતીયો જુગાડનો ઉપયોગ કરીને આપણું કામ કરાવવામાં નિષ્ણાત છીએ. હાલમાં જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક જુગાડબાઝ પીકઅપ ડ્રાઈવર જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખાલી રોડ એક મહિન્દ્રા બોલેરો રોડ પર ઝડપથી જઈ રહી છે. પણ તેની પાછળ એક કાર એવી રીતે બાંધેલી છે કે જાણે તે ફ્રીજ હોય ​​કે કબાટ! આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો વિચારી રહ્યા છે કે પીકઅપમાં કાર કેવી રીતે લગાવવામાં આવી હશે? નવાઈની વાત એ છે કે પીકઅપ પર આટલી ભારે કાર લોડ કર્યા બાદ ડ્રાઈવર તેને હાઈવે પર ફટાફટ ચલાવી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો અકસ્માત થયા બાદના દ્રશ્યો લાગે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યાંથી આવે છે આવા મગજ વગરના લોકો ? એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો હેવી ડ્રાઈવર લાગે છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા