Viral Video : શ્વાન અને મરઘી વચ્ચે થઈ ભયંકર બબાલ, Videoમાં જુઓ છેલ્લે કોણ જીત્યુ ?

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવી જ એક ઘટનાનો જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પહેલા દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : શ્વાન અને મરઘી વચ્ચે થઈ ભયંકર બબાલ, Videoમાં જુઓ છેલ્લે કોણ જીત્યુ ?
Funny Viral Video
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:14 PM

સોશિયલ મીડિયા પર રોજ ઘણા મનોરંજક વીડિયો વાયરલ થતા રહે છે. પણ શું તમે ક્યારેક શ્વાન અને મરઘીને એક સાથે જોયા છે ? અને એક સાથે જોયા હોય, તો શું તમે તેમને ઝઘડાતા જોયા છે ? હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવી જ એક ઘટનાનો જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પહેલા દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મરઘીના ફાર્મ પાસે શ્વાન જોવા મળી રહ્યો છે. પોતાના વિસ્તારમાં એક શ્વાનને જોઈને એક મરઘી ખુબ ગુસ્સો કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક શ્વાન અને મરઘી વચ્ચે બબાલ શરુ થાય છે. શ્વાન પોતાના પંજા દ્વારા અને મરઘી પોતાની ચાંચ દ્વારા લડી રહી છે. એક સમયે એવું લાગે છે કે મરઘી શ્વાનના હાથે ફ્રાય થઈ જશે. પણ જેમ તેમ કરીને મરઘી પોતાના બચાવે છે અને શ્વાનને હેરાન કરીને તેને ત્યાંથી ભગાડવામાં સફળ થાય છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, છેલ્લે મરઘી જ ભારે પડી.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

 

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો