Viral Video : ટ્રાફિક જામ વચ્ચે સતત હોર્ન વગાડતા પિકઅપ ડ્રાઈવરે આપ્યો મજેદાર જવાબ, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

Mumbai Honking Viral Video : માયાનગરી મુંબઈના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પિકઅપ ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : ટ્રાફિક જામ વચ્ચે સતત હોર્ન વગાડતા પિકઅપ ડ્રાઈવરે આપ્યો મજેદાર જવાબ, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
Funny Viral Video
| Edited By: | Updated on: Mar 23, 2023 | 7:36 PM

ભારતના રસ્તાઓ પર રોજ હજારો વાહનો પસાર થતા હોય છે. ભારત દેશની વસ્તીને કારણે ભારતના રસ્તાઓ પર રોજ ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. આ ટ્રાફિકજામમાં અલગ અલગ પ્રકારના લોકો જોવા મળતા હોય છે. ટ્રાફિક જોઈ દૂરથી જ વાહન ફેરવી લેતા લોકો, ટ્રાફિક વચ્ચે મજાક મસ્તી કરતા લોકો, ટ્રાફિક વચ્ચે અજાણ્યા સાથે વાતો કરવાના શોખીન લોકો અને ટ્રાફિકજામ છતા સતત હોર્ન વગાડતા લોકો. હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિકજામ સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીનો લોટપોટ થઈ જશો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ઘણો ટ્રાફિક છે. અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. આ દરમિયાન એક કારનો ડ્રાઈવર સતત હોર્ન વગાડી રહ્યો છે. કારના આગળના ભાગમાં એક પીકઅપ વાહન હતું.

કાર માલિક દ્વારા વારંવાર હોર્ન વગાડવાથી પીકઅપ ચાલક પરેશાન થઈ જાય છે. આ પછી, પીકઅપ ડ્રાઇવર તેના વાહનમાંથી નીચે ઉતરે છે અને ધીમે ધીમે કાર તરફ જવા લાગે છે. અને વાહનનો પાછળનો દરવાજો ખોલી તેને અંદર કાર લઈ જવાનો ઈશારો કરે છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મસ્ત મજેદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હા ભાઈ હવે તો આવુ બાકી રહી ગયું છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,જોરદાર… હવે તો હું પણ આવું જ કરીશ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા