Viral Video : બ્રૂસ લી બનવાના ચક્કરમાં પહોંચી ગયો હોસ્પિટલ, વધારે પડતો ઉત્સાહ ભારે પડયો

Twitter Viral Video : ટ્વિટર પર હાલમાં એક યુવકનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

Viral Video : બ્રૂસ લી બનવાના ચક્કરમાં પહોંચી ગયો હોસ્પિટલ, વધારે પડતો ઉત્સાહ ભારે પડયો
Funny viral video
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:26 AM

સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક લોકો ફેમસ થવા માટે જાત જાતના અખતરા કરતા હોય છે. કેટલાક લોકો અખતરાઓ કરીને ફેમસ થઈ જતા હોય છે અને ટ્રોલ થવા છતા આવા લોકો ફેમસ થઈ જતા હોય છે. કેટલાક લોકો ખતરનાક સ્ટંટ કરીને હોસ્પિટલના મહેમાન પણ બનતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક યુવક પોતાના હિંમત અને તાકતની સાબિતી આપતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક જૂની દિવાલને તોડી રહ્યો છે. દિવાલ તોડવાના તેના 2-3 પ્રયાસ નિષ્ફળ ગયા હતા. છેલ્લા પ્રયાસમાં તે સફળ થાય છે પણ દિવાલનો ઉપરનો ભાગ તેના પગ પર પડતા તેનો પગ તૂટે છે. બ્રૂસલી બનવાના ચક્કરમાં તેને હોસ્પિટલ જવાનો વારો આવે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Groom Viral Video: જયમાલા પછી વરરાજાએ ડાન્સ કરીને દુલ્હનને કર્યું પ્રપોઝ, સ્ટાઈલ જોઈને મહેમાનો ચોંકી ગયા !

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન શું થઈ ગયું છે આજકાલનો યુવાનોને. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું તો હસી હસીને લોટપોટ થઈ ગયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ઉત્સાહ ઉત્સાહમાં પહોંચી ગયો હોસ્પિટલ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : દિયરના લગ્નમાં ભાભીએ લૂટી મહેફિલ, કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે મહેમાનો જોતા જ રહી ગયા!