આવા દોસ્ત હોય તો દુશ્મનોની શું જરૂર! દોસ્તોએ શખ્સને લટકાવી દીધો ઝાડ પર, જુઓ Funny Viral Video

કેટલાક મિત્રોનો આ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે એ પણ જોયું હશે કે જ્યારે મિત્રોની આખી ટોળી હોય ત્યારે બધા ભેગા મળીને કોઈ એક સાથે ખુબ મસ્તી કરતા હોય છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે

આવા દોસ્ત હોય તો દુશ્મનોની શું જરૂર! દોસ્તોએ શખ્સને લટકાવી દીધો ઝાડ પર, જુઓ Funny Viral Video
Funny Viral Video
| Edited By: | Updated on: Apr 10, 2023 | 7:29 PM

જો તમે કોઈને પૂછો કે તે કોની સાથે સૌથી વધુ એન્જોય કરે છે તો મોટાભાગના લોકો જવાબ આપશે કે તે તેના મિત્રો સાથે ખૂબ એન્જોય કરે છે. ઉંમર ભલે ગમે તે હોય, મિત્રો જ્યારે મસ્તી કરે છે ત્યારે તેઓ બહુ વિચારતા નથી. આ સમયે કેટલાક મિત્રોનો આવો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે એ પણ જોયું હશે કે જ્યારે મિત્રોની આખી ટોળી હોય ત્યારે બધા ભેગા મળીને કોઈ એક સાથે ખુબ મસ્તી કરતા હોય છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે, જ્યાં બધા મિત્રો સાથે બેસીને એક સાથે ગેમ રમવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તક મળતાં જ તેઓ તેની સાથે ખેલ કરી દે છે.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

રમત રમતમાં થઈ ગયો ખેલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક મિત્રો ઝાડની ડાળી પકડીને ઝૂલવાની રમત રમી રહ્યા છે. રમતના નિયમો અનુસાર, તેઓ એક પછી એક ડાળ પર લટકી રહ્યા છે, જેથી તેમની ઝડપ વધે અને સ્વિંગ વધુ આનંદદાયક બને. એક-બે-ત્રણ-ચાર…આમ કરવાથી મિત્રોની સંખ્યા વધે છે. આ દરમિયાન, બધાએ મળીને સૌથી આગળની ડાળીને પકડીને લટકેલા મિત્રને લટકાવી દીધો અને તે હવામાં ઊંચો કૂદકો મારીને સીધો નીચે પડી ગયો. બાકીના મિત્રો આ જોઈ ખુબ હસે છે પણ તેની હાલત ચોક્કસ ખરાબ થઈ હશે.

આવા મિત્રો હોય તો દુશ્મનની શું જરૂર?

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર junjaram_soni_04 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને 13 લાખથી વધુ લોકોએ જોયો છે, જ્યારે 58 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા લોકોએ કહ્યું- મિત્રો આવા નથી હોતા! અને અન્ય યુઝરે કહ્યું – બધા એક સાથે ખેલ કરી ગયા.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…