Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

|

Jan 25, 2022 | 7:31 AM

સોશિયલ મીડિયા પર એક ફૂડ બ્લોગરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ગુલાબ જાબુંના વડા ખાતી જોવા મળે છે. હવે વડાનો આ વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 4.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા આ એક જ બાકી હતું
Food blogger tries gulab jamun pakoda from street side stall (Viral Video Image)

Follow us on

Oreo, Maggiથી Fanta Omelette સુધી કેટલાક વિચિત્ર સ્ટ્રીટ ફૂડ કોમ્બિનેશન જોવા મળ્યા છે. જોકે હવે ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર કંઈક અજીબ જોવા મળી રહ્યું છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક ફૂડ બ્લોગર ગુલાબ જાબુંના વડા (Gulab Jamun Pakoda) ખાતા જોવા મળે છે. હવે આ વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 4.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તમને લાગતું હશે કે અમે મજાક કરી રહ્યા છીએ, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

શેરીની બાજુમાં એક ભોજનાલય દેખાય છે. જ્યાં તે ગુલાબ જાબુના પકોડા વેચે છે અને ભાવના નામના ફૂડ બ્લોગરે આ વિચિત્ર વાનગી ખાવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે. તમે delhi_tummy ના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર વિચિત્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પકોડા બનાવવા માટે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ એક બેટર તૈયાર કર્યું, જે પછી તેણે ગુલાબ જાબુંનું આખું બોક્સ ખોલ્યું અને મિક્સ કર્યું. પછી તેણે પકોડાના ખીરામાં ભેળવીને તળ્યા. ત્યારે આ વાનગી ચાખ્યા પછી બ્લોગરની પ્રતિક્રિયા ખૂબ જ વિચિત્ર હતી. બ્લોગરના ચહેરા પર જોઈ શકાય છે કે તેને તેનો ટેસ્ટ કેવો લાગ્યો હશે. આપણે અનુમાન કરી શકીએ છીએ કે તેને વાનગી બિલકુલ પસંદ ન આવી હતી અને તેણે બાકીનો ટુકડો ડસ્ટબીનમાં ફેંકી દીધો.

ઓનલાઈન પોસ્ટ કર્યા પછી, વીડિયોને 4.1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ફૂડ બ્લોગરનો આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ નિરાશ દેખાયા. એક યુઝરે લખ્યું- ભાઈ આ એક અલગ સ્તરનું ભોજન છે. અન્ય એક યુઝરે લખ્યું- ભાઈઓ, પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે. ત્રીજા યુઝરે લખ્યું- આખરે આ દુ:ખ કેમ ખતમ નથી થઈ રહ્યું. આ સિવાય વીડિયોમાં ગુસ્સાવાળા ઈમોજી અને ચોંકાવનારા ઈમોજી જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: સાઈકલ કમ સ્કૂટીના આ મહાજૂગાડને જોઈ લોકો બોલ્યા ‘આ કળાનો કોઈ તોડ નથી’

આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભારતમાં જ આ શક્ય છે’

Next Article