Funny Video: કૂતરાએ બતકને ચીડાવવાની કરી ભૂલ, જૂઓ પછી શું થયું

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે કોઈને કારણ વગર હેરાન ન કરવા જોઈએ, કારણ કે તે આપણા માટે જીવલેણ હોઈ શકે છે. આ માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. તાજેતરના દિવસોમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

Funny Video: કૂતરાએ બતકને ચીડાવવાની કરી ભૂલ, જૂઓ પછી શું થયું
fight between doggy and duck video goes viral
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:22 AM

સોશિયલ મીડિયા (Social media) પર પ્રાણીઓના જબરદસ્ત વીડિયો પણ શેયર થઈ રહ્યા છે. આમાંથી કેટલાક વીડિયો જોઈને આપણને હસવું આવે છે. જ્યારે કેટલાક જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ વીડિયોમાં એક કૂતરો અને બતકનો આવો વીડિયો (Dog Duck Funny Viral Video) શેયર કરવામાં આવ્યો છે. જેને જોઈને તમને પણ હસવું આવશે.

હાલમાં જ એક આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કૂતરાએ બતકને ચીડાવવાની ભૂલ કરી અને પછી શું થયું, એટલું જ નહીં કૂતરાએ પૂંછડી દબાવીને ભાગવું પડ્યું, પરંતુ આ નજારો જોનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

જૂઓ રમૂજી વીડિયો….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બતક અનાજ ખાવા માટે નદી કિનારે આવે છે અને ત્યાં હાજર એક કૂતરો તેના પર ભસવા લાગે છે. થોડા સમય માટે બતક સહન કરે છે અને કૂતરાને ભગાડવાની કોશિશ પણ કરે છે. પરંતુ, જ્યારે કામ ન થાય ત્યારે બતક ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા લાગે છે. બતક તરત જ કૂતરા પર કાબૂ મેળવે છે અને તેને તેની ચાંચથી પકડીને પાણીમાં ફેંકી દે છે અને કૂતરો ભાગ્યે જ તેનો જીવ બચાવી શકે છે.

વીડિયો જોયા પછી તમે હસતા જ હશો. તમને લાગશે કે આ બતકે કૂતરાને બહુ સારો પાઠ ભણાવ્યો છે. યુઝર્સ હાલમાં આ વીડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી રહ્યાં છે. આટલું જ નહીં યૂઝર્સ આ ફની વીડિયોને વારંવાર જોઈને એન્જોય કરી રહ્યાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. તે nature27_12 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.

આ પણ  વાંચો: Funny Video: કૂતરાએ મુશ્કેલીમાં ફસાયેલા ઘેટાંને અનોખી રીતે કરી મદદ, પછી શું થયું જૂઓ વીડિયોમાં

આ પણ  વાંચો: Video : નશામાં ભાન ભુલેલા કાકાએ આખી બજાર માથે લીધી, કાકાની હરકત જોઈને યુઝર્સે કહ્યુ ‘જુનિયર ખલી’