Funny Video: એક ભાઈએ કરી આવી રીતે કસરત, જૂઓ તેની સાથે શું થયું, જોઈને તમે પણ હસવા લાગશો

|

Apr 30, 2022 | 1:48 PM

આ ફની વીડિયોમાં (Funny Video) એક વ્યક્તિ એક્સરસાઇઝ (Exercise) કરવા માટે પૂરા ઉત્સાહ સાથે આવે છે. ગોળમટોળ દેખાતી વ્યક્તિ ઊંચા સ્ટેન્ડ પર કસરત કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિને જોઈને એવું લાગે છે કે તે ઊંઘમાંથી હમણાં જ ઉઠ્યો છે.

Funny Video: એક ભાઈએ કરી આવી રીતે કસરત, જૂઓ તેની સાથે શું થયું, જોઈને તમે પણ હસવા લાગશો
Fell on the ground while exercising

Follow us on

તમને હસાવતા ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આમાંના ઘણા વીડિયો એટલા રમુજી છે, જેને જોઈને તમે હસવું રોકી નહી શકો. જો તમે દિવસની શરૂઆતમાં આ વીડિયો જુઓ છો તો તમારો આખો દિવસ બની જશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Exercise Video) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એકદમ ફની છે. વીડિયોમાં એક વ્યક્તિ કસરત કરતો જોવા મળી રહ્યો છે.

જ્યારે કોઈ વ્યક્તિ કસરત કરતી હોય ત્યારે તેની સાથે જે થાય છે તે જોઈને તમે તમારા હાસ્યને કાબૂમાં નહી રાખી શકો. આ રમુજી વીડિયોમાં એક માણસ કસરત કરવા માટે પૂરા ઉત્સાહ સાથે આવે છે. ગોળમટોળ દેખાતી વ્યક્તિ ઊંચા સ્ટેન્ડ પર કસરત કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિને જોઈને એવું લાગે છે કે તે ઊંઘમાંથી હમણાં જ ઉઠ્યો છે. તે પછી તે સ્ટેન્ડ પર સૂઈ જાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ખૂબ જ હિંમતથી સ્ટેન્ડ પર સૂઈને આગળ નમવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેની સાથે અકસ્માત થાય છે. વાસ્તવમાં વ્યક્તિ આગળ નમવાને બદલે ખૂબ જ રમુજી રીતે તેના માથા પર નીચે પડી જાય છે. જો કે વીડિયોમાં શું થાય છે તે જોયા પછી તમે પણ આ વ્યક્તિના વખાણ કર્યા વિના નહીં રહી શકો.

જુઓ રમુજી વિડીયો……

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આટલા જોરથી પડ્યા પછી પણ વ્યક્તિ પોતાની જાતને સંભાળીને પુશઅપ કરવા લાગે છે. તે જોવાની ખૂબ મજા આવે છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી શેયર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘શરૂઆત ગમે તેવી રહી હોય, તે હંમેશા સ્ટાઈલમાં જ હોવી જોઈએ.’ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, ‘આવુ દરેક સાથે થયું હશે.’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: આ રોગે કેરીના પાકને કર્યો બરબાદ! નકલી દવાઓ અને બદલાતા હવામાને સર્જી સમસ્યા

આ પણ વાંચો: Funny Video: ‘આટલો ખરાબ સમય!’ પાંડાનો આ ફની વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો

Next Article