Viral Video : બાળકને શાંત રાખવા માટે પિતાએ ગિટાર વગાડીને ગાયુ ગીત, વીડિયો જોઇ તમારા ચહેરા પર આવી જશે સ્મિત

આ વીડિયો 5 ઓક્ટોબરના રોજ ગુડ ન્યૂઝકોર્સપોન્ડન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ સાથે, 300 થી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

Viral Video : બાળકને શાંત રાખવા માટે પિતાએ ગિટાર વગાડીને ગાયુ ગીત, વીડિયો જોઇ તમારા ચહેરા પર આવી જશે સ્મિત
Father strums guitar sings a song for his baby video goes viral
| Edited By: | Updated on: Oct 06, 2021 | 9:27 AM

માતા પછી બાળકનો સૌથી સુંદર સંબંધ તેના પિતા સાથે હોય છે. ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રના ઘણા સુંદર વીડિયો જોયા હશે. ચોક્કસ આમાંથી કેટલાક વીડિયો જોયા બાદ તમારા ચહેરા પર સ્મિત આવ્યુ હશે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ખુશ થઇ જશો. વાસ્તવમાં આ વીડિયોમાં પિતા અને બાળક વચ્ચેનો પ્રેમ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પિતા પોતાના બાળક સાથે જોવા મળી રહ્યો છે. પિતાએ બાળકને ખોળામાં લીધું છે. પરંતુ પિતા તેના બાળકનું મનોરંજન કરવા માટે ગિટારની ધૂન પર ગાવાનું શરૂ કરે છે. પિતાને ગીત ગાતા જોઈને બાળક પણ તેને ચૂપચાપ સાંભળતું રહે છે. હવે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.

 

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ખરેખર આવો વીડિયો જોયા પછી કોઈના પણ ચહેરા પર સ્મિત આવશે. તે જ સમયે, અન્ય વ્યક્તિએ લખ્યું કે મારા મતે આનાથી વધુ સુંદર લાગણી બીજી કોઈ હોઈ શકે નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ લોકોએ તેને શેર કરવાનું શરૂ કર્યું. પરિણામે, અત્યાર સુધી આ વીડિયો ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો 5 ઓક્ટોબરના રોજ ગુડ ન્યૂઝકોર્સપોન્ડન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ સાથે, 300 થી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. જ્યારે ઘણા લોકો વીડિયો પર દિલ જીતનારી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ગુડ ન્યૂઝકોર્સપોન્ડન્ટ નામના ટ્વિટર હેન્ડલ પરથી આવા વીડિયો ઘણીવાર શેર કરવામાં આવે છે, જે જોયા પછી લોકોનો દિવસ બની જાય છે.

આ પણ વાંચો –

Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

આ પણ વાંચો –

Lakhimpur Kheri: મંત્રી અજય મિશ્રાનો ખુલાસો, કહ્યું કે મારો પૂત્ર ગાડીમાં હતો જ નહી, ગાડી પર હુમલો કરાતા સંતુલન ખોરવાયું હતું

આ પણ વાંચો –

Arvind Trivedi: રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવી ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી વિશે જાણો