10,000 વર્ષ બાદ બનેલી રહસ્યમય ઘટના, ભારત માટે મોટું સંકટ !

ઇથોપિયાનો 10,000 વર્ષથી સુષુપ્ત હેલી ગુબ્બી જ્વાળામુખી સક્રિય થતાં વૈજ્ઞાનિકો ચિંતિત છે. આ વિસ્ફોટથી નીકળેલા ધુમાડા ભારત અને પાકિસ્તાન તરફ આવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

10,000 વર્ષ બાદ બનેલી રહસ્યમય ઘટના, ભારત માટે મોટું સંકટ !
| Updated on: Nov 24, 2025 | 10:34 PM

હાલમાં ભારત પર એક ગંભીર સંકટ મંડરાઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ સંકટ દસ હજાર વર્ષ પછી ફરીsar ઊભર્યું છે. આ ઘટના કારણે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મૂકાઈ ગયા છે. પૃથ્વીના આંતરિક ભાગમાં ઘણી રહસ્યમય પ્રક્રિયાઓ ચાલે છે, જેમાંની કેટલીક માનવજાત માટે આજે પણ અજાણી છે. તાજેતરમાં બનેલી એક આવી જ ઘટના વૈજ્ઞાનિકોને ચોંકાવી રહી છે.

ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર બની… પરંતુ અસર અહીં સુધી!

આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર બની હતી, પરંતુ માત્ર એક કલાકમાં તેની અસર ભારત પર દેખાવા લાગી. પાકિસ્તાન પર પણ મોટા જોખમની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો અનુસાર પૃથ્વીના આંતરિયાઓમાંથી બહાર આવેલી આ કુદરતી ઘટના ખૂબ જ અસામાન્ય છે.

ખરેખર શું થયું?

અહેવાલો મુજબ, છેલ્લા 10,000 વર્ષથી સુષુપ્ત રહેલો એક વિશાળ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની રાખ અને ધુમાડો લગભગ ૪૫,૦૦૦ ફૂટ (૧૪ કિમી) ઊંચાઈ સુધી પહોંચી ગયો. હાલ વિસ્ફોટ શાંત થયો છે, પરંતુ તે ભારત, પાકિસ્તાન અને ઘણા દેશો માટે ચિંતા ઊભી કરી રહ્યો છે.

જ્વાળામુખીમાંથી નીકળતો ધુમાડો હાલ જીબુટી અને યમન તરફ આગળ વધી રહ્યો છે અને અનુમાન મુજબ તે અરબી સમુદ્ર મારફતે ઈરાન અને પાકિસ્તાન તરફ પણ સરકી શકે છે. જો હવા દિશામાં ફેરફાર થાય તો તેનો નાનો પ્રભાવ ગુજરાત અને પંજાબ સુધી પણ પહોંચી શકે છે.

કયો જ્વાળામુખી ફાટ્યો?

આ વિસ્ફોટ ઉત્તર-પૂર્વ આફ્રિકાના ઇથોપિયામાં આવેલી જ્વાળામુખી શ્રેણીમાં થયો છે. વિસ્ફોટ સમયે જોરદાર ધડાકો સંભળાયો હતો. આ જ્વાળામુખીનું કેન્દ્ર સાઉદી અરેબિયા થી 400 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. જ્વાળામુખી 23 નવેમ્બર, રવિવારની સવારે સક્રિય થયો.

જ્વાળામુખીનું નામ ‘હેલી ગુબ્બી’

આ જ્વાળામુખીનું નામ હેલી ગુબ્બી છે અને એવો દાવો છે કે તે છેલ્લા 10,000 વર્ષથી સુષુપ્ત હતો. છતાં, નિષ્ણાતો કહે છે કે હાલની સ્થિતિમાં વધારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ધુમાડો ભારત સુધી પહોંચે તો પણ તેની અસર ખૂબ જ નાની રહેશે.

નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.