#INDvsENG : ત્રીજી ટેસ્ટ મેચમાં થયેલી હાર બાદ ‘વિરાટની ટીમ’ સોશિયલ મીડિયા પર ટ્રોલ, યુઝર્સે મીમ્સનો કર્યો વરસાદ !

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં (Test Match)ભારતની કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર વિરાટ સહિતના ક્રિકેટરોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

#INDvsENG : ત્રીજી ટેસ્ટ મેચમાં થયેલી હાર બાદ વિરાટની ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ, યુઝર્સે મીમ્સનો કર્યો વરસાદ !
virat team troll on social media
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:33 AM

#INDvsENG :  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 76 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી હતી. ભારતે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ(Batting)  કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો નિર્ણય સાચો સાબિત થયો ન હતો અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ક્રિકેટ ટીમની આ હારની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચાલી રહી છે.

ક્રિકેટરો સોશિયલ મીડિયા પર ટ્રોલ

ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર બોલિંગ (Boling) કરી હતી અને પ્રથમ ઈનિંગમાં 432 રન બનાવી ભારત પર 354 રનની મજબૂત લીડ મેળવી હતી. જે બાદ ભારતીય ટીમ બીજા દાવમાં માત્ર 278 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી . આ હાર બાદ વિરાટ સહિતના ક્રિકેટરો સોશિયલ મીડિયા(Social media)  પર ટ્રોલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ

ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ હારી જતાં જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થયો. કેટલાક લોકો હાર અને જીતના કારણોનું વિશ્લેષણ કરી રહ્યા છે, જ્યારે  ઘણા લોકો ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન માટે ઘણા ક્રિકેટરને જવાબદાર ગણાવ્યા હતા. તાજેતરમાં #INDvsENG ટ્વિટર પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઘણા લોકોએ ટીમ ઇન્ડિયાની Team india) હાર બાદ વિવિધ રમૂજી મીમ્સ અને જોક્સ પણ શેર કર્યા હતા. આ રમુજી મીમ્સ જોઈને તમને પણ ખુબ હસવુ આવશે.

 

જુઓ યુઝર્સની પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: Odd News: આ ફાટેલા સ્વેટરને બ્રાન્ડેડ કંપની વેચી રહી છે એટલા લાખમાં કે ભાવ સાંભળીને જ ઉડી જાય ‘ઠંડી’

આ પણ વાંચો:  Viral Video: લગ્નના મંડપમાં વરરાજા ખાઇ રહ્યો હતો ગુટખા, જાણો પછી દુલ્હને શું કર્યુ ?

Published On - 9:32 am, Sun, 29 August 21