
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની પત્ની બ્રિજિટ મેક્રોન અત્યારે ચર્ચામાં છે. પણ યોગ્ય કારણોસર નહિ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, વિમાનમાંથી નીચે ઉતરતા પહેલા બ્રિજિટ મેક્રોન પતિના ચહેરા પર મારતાં જોવા મળે છે.
મેક્રોનના કાર્યાલયે શરૂઆતમાં વીડિયો ખોટો છે એવી ટિપ્પણી આપી હતી, પરંતુ પછી કહ્યું કે એ દંપતી વચ્ચે મજાકભર્યો ક્ષણ હતો.
રાષ્ટ્રપતિના એક નિકટના સૂત્રએ પત્રકારોને જણાવ્યું કે, “આ ક્ષણમાં રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની પ્રવાસ શરૂ કરતાં પહેલાં થોડી મજાકમાં સમય વિતાવી રહ્યા હતા. એ એકલતાના પળો હતા. પરંતુ આ વીડિયો Conspiracy Theory ફેલાવનારા લોકોને માટે પૂરતો છે.”
વીડિયો એસોસિએટેડ પ્રેસ દ્વારા હનોઈ, વિયેતનામમાં શૂટ થયો છે. તેમાં મેક્રોનના વિમાનના દરવાજા ખુલ્યા બાદ બ્રિજિટના હાથ જોવા મળે છે. જે મેક્રોનના ચહેરા પર બંને હાથ મૂકે છે અને એક હળવો ધક્કો આપે છે.
મેક્રોન થોડા અચકાતા જોવા મળે છે પણ તરત જ પોતાની જાતને સંભાળી લે છે અને દરવાજામાંથી હાથ હલાવીને લોકોનું અભિવાદન કરે છે. બ્રિજિટ મેક્રોન વિમાનના દરવાજાની પાછળ છુપાયેલી રહે છે. જેના કારણે તેમનું મુખ અથવા શરીર જોવા મળતું નથી.
બન્ને પછી વિમાનની સીડીઓ પરથી ઉતરે છે અને વિયેતનામના અધિકારીઓનું સ્વાગત લે છે. જોકે બ્રિજિટ મેક્રોને પતિના હાથ પકડવાનો ઇનકાર કરે છે.
Published On - 6:47 pm, Mon, 26 May 25