Twitter વેચતાની સાથે જ CEO Parag Agarwal થયા ટ્રેન્ડ, ફની મીમ્સથી લોકોએ કહ્યું- હવે શું કરશે પરાગ અગ્રવાલ

સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે (Elon Musk Buy Twitter). CEO પરાગ અગ્રવાલ ટ્વિટર વેચતાની સાથે જ ટ્રેન્ડ થઈ રહ્યા છે. ફની મીમ્સથી લોકો એલોન મસ્ક અને પરાગ અગ્રવાલની વર્તમાન પરિસ્થિતિ બતાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

Twitter વેચતાની સાથે જ CEO Parag Agarwal થયા ટ્રેન્ડ, ફની મીમ્સથી લોકોએ કહ્યું- હવે શું કરશે પરાગ અગ્રવાલ
elon musk twitter
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:54 AM

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) આખરે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) ખરીદી લીધું છે. આ ડીલ 44 બિલિયન ડોલર (ભારતીય ચલણમાં 3369 અરબથી વધુ)માં કરવામાં આવી છે. ડીલ ફાઈનલ થયા બાદ ઈલોન મસ્કે એક પછી એક અનેક ટ્વીટ કર્યા. આ દરમિયાન ટ્વિટર યુઝર્સના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે, આ ડીલ પછી ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલનું શું થશે. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર સવારથી જ #ElonMusk અને #ParagAgrawal હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. લોકો રમૂજી મીમ્સ દ્વારા CEOના દિલની વાત કહી રહ્યા છે.

અહેવાલો અનુસાર જો પરાગ અગ્રવાલને આગામી 12 મહિનામાં બરતરફ કરવામાં આવે છે, તો તેને $42 મિલિયન (ભારતીય ચલણમાં 326 કરોડથી વધુ) મળશે. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એલોન મસ્ક તેને તક આપી શકે છે. આ અટકળો વચ્ચે લોકો ટ્વિટર પર મસ્તી કરી રહ્યા છે. ફની મીમ્સ દ્વારા લોકો એલોન મસ્ક અને પરાગ અગ્રવાલની વર્તમાન પરિસ્થિતિ બતાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

એક યુઝરે હોલીવુડ ફિલ્મ જોકરના એક સીનનો ઉપયોગ કરીને મીમ બનાવ્યો છે. જેમાં એલોન મસ્ક જોકરના રોલમાં બતાવવામાં આવ્યો છે. જે પરાગ અગ્રવાલને બંદૂકની અણી પર કહે છે, ‘તમારા કર્મચારીઓને કહો કે હવે હું તેમનો બોસ છું. બીજા મીમમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ટાંકીને કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, હજી દુકાન ચાલુ જ થઈ હતી કે બેરોજગાર બનાવી દીધા. એવી જ રીતે ટ્વિટર પર પણ ફની મીમ્સનું પૂર આવ્યું છે. ચાલો પસંદ કરેલા મીમ્સ પર એક નજર કરીએ…

લોકોએ કહ્યું કે પરાગ અગ્રવાલ ટ્વિટર પછી શું કરશે…

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Moushumi Chatterjee : 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરતી હતી ‘મૌસમી’, આટલા વર્ષોમાં જ આ અભિનેત્રીએ કરી લીધા લગ્ન

આ પણ વાંચો:  Funny Video: છોકરાની ફની હેરસ્ટાઈલ જોઈ લોકોએ કહ્યું ‘કોઈ આ બાર્બરની ધરપકડ કરો’