આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને આ સિઝન લોકો માટે ખુશીઓ જ લઈને આવે છે. તે માત્ર વર-કન્યા માટે જ નહીં પરંતુ લગ્ન (Wedding Video)માં હાજર રહેલા તમામ લોકો માટે પણ આનંદનો પ્રસંગ છે. લોકો ઉત્સાહથી નાચે છે અને ગાય છે અને લગ્નનો આનંદ માણે છે. તમને સોશિયલ મીડિયા પર આવા તમામ વાયરલ વીડિયો (Viral Videos)જોવા મળશે, જેમાં લોકો લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે.
તેમની વચ્ચે એવા ઘણા લોકો છે, જેમને ડાન્સ કરવાનું બિલકુલ આવડતું નથી, તેમ છતાં તેઓ તેમની કમર લચકાવતા જોવા મળે છે, જ્યારે કેટલાક લોકોની અંદર ડાન્સનો કીડો હોય છે, જ્યાં પણ તેમને તક મળે છે, તેઓ ડાન્સનું ટેલેન્ટ બતાવવાનું શરૂ કરે છે. તમે ક્યારેય લગ્નમાં હાથીને નાચતો જોયો છે? જી હા, આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
आज साड्डे वीरे दी वेडिंग है… 😂#VeereDiWedding pic.twitter.com/5YLaNpY5mj
— Dipanshu Kabra (@ipskabra) February 22, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથીને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો છે. એવું લાગે છે કે તે કોઈ લગ્નમાં છે અથવા જવાના છે. આ દરમિયાન તે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ક્યારેક તે પોતાની કમર મટકાવે છે તો ક્યારેક પગની મદદથી જબરદસ્ત ડાન્સ મૂવ્સ બતાવે છે. હાથી પણ ગરબા સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ પહેલા તમે ભાગ્યે જ હાથીને આ રીતે ડાન્સ કરતા જોયા હશે. આ ખુબ જ શાનદાર વીડિયો છે, જેને જોયા પછી તમે પણ કહેશો કે આ ખુબ જ પ્રતિભાશાળી હાથી છે.
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદભૂત વીડિયો શેર કર્યો છે અને મજેદાર રીતે કેપ્શન લખ્યું છે, ‘આજ સાડે વીરે દી વેડિંગ હૈ’. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે મજાકમાં કમેન્ટ કરી છે કે, ‘આ બાળ લગ્ન ટાઈપ લાગી રહ્યું છે’, જ્યારે અન્ય એક યુઝરે તેને પ્રાણીઓની ક્રૂરતા ગણાવતા લખ્યું છે કે, ‘તે જંગલમાં ગયા પછી જો ડાન્સ કરે છે તો કંઈક વાત કહેવાય ડંડા સામે તો સારા સારા નાચે. અન્ય ઘણા વપરાશકર્તાઓએ વીડિઓ પર કમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો: Russia and Ukraine conflict: યુક્રેનનો દાવો, રશિયાએ હુમલો કરતા એક સૈનિકનું મોત અને 6 ઘાયલ
આ પણ વાંચો: અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેન દોડી, ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો