Video: હાથી અને ભેંસની દોસ્તીએ દરેકનું દિલ જીતી લીધું, દોસ્તી જોઈને તમે પણ કહેશો વાહ

મનુષ્યો કરતાં પ્રાણીઓ વચ્ચે પરસ્પર પ્રેમ ઘણો વધારે હોય છે. જે એક હાથી અને ભેંસની દોસ્તીએ સાબિત કર્યુ છે. તાજેતરમાં દોસ્તી સંબધિત એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે, જો મિત્રતા હોય તો આવી હોવી જોઈએ.

Video:  હાથી અને ભેંસની દોસ્તીએ દરેકનું દિલ જીતી લીધું, દોસ્તી જોઈને તમે પણ કહેશો વાહ
elephant and buffalo friendship video viral on social media
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:18 AM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો (Animal Video) વાયરલ થાય છે. જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને ફણ આશ્વર્ય થશે.

આપણે બધા જાણીએ છીએ કે પ્રાણીઓ વચ્ચે મનુષ્યો કરતા પરસ્પર પ્રેમ ઘણો વધારે હોય છે. ત્યારે તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral video) જોઈ શકાય છે કે, હાથી અને ભેંસ એકબીજાને ખૂબ પ્રેમ કરતા જોવા મળે છે.આ દોસ્તીનો વીડિયો(Friendship Video)  હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી અને ભેંસ એકબીજાને પોતાના અંદાજમાં પ્રેમ કરતા જોવા મળે છે. એક તરફ જ્યાં ભેંસ હાથીને તેના શિંગડાથી ધક્કો મારી રહી છે, તો હાથી પણ તેના સૂંઢની મદદથી ભેંસને ધક્કો મારી રહી છે.

જુઓ વીડિયો

બંનેની મિત્રતાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે

આ બંનેની મિત્રતાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ સોશિયલ મીડિયાનું ટ્વિટર એકાઉન્ટ heSheldrickTrust નામના ટ્વિટર હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યું છે. જેની સાથે તેણે કેપ્શનમાં (Caption) લખ્યું, ‘હાથી અને ભેંસ બંને સારા મિત્રો છે, તેઓ એકબીજાની કાળજી લઈ રહ્યા છે.’

લોકો આ વિડીયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યું, ‘આ બંનેની મિત્રતા જોઈને મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા.’ જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું, ‘અમે આ મિત્રતા તોડીશું નહીં .. તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે’.

 

આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

આ પણ વાંચો: OMG: હવે સ્માર્ટ ટી-શર્ટ રાખશે તમારા હાર્ટનું ધ્યાન! ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી સ્માર્ટ ટી-શર્ટ