Dussehra Wishes : બે વર્ષના લાંબા સમય બાદ લોકો આજે એટલે કે 5 ઓક્ટોબરે ધામધૂમથી દશેરા (Dussehra) ઉજવશે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, તેમજ મા ભગવતીએ 9 રાત અને 10 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને મહિષાસુરને માર્યો હતો. આ જીતના આનંદમાં તમે તમારા પરિવારના સભ્યો, નજીકના લોકોને તેમજ પ્રિયજનોને શુભેચ્છાઓ આપવા માટે નીચે આપેલા સંદેશાનો ઉપયોગ કરી શકો છો.