જેમ બિલાડી અને ઉંદર વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે, તેવી જ રીતે કૂતરા અને બિલાડી વચ્ચેની દુશ્મનાવટ પણ જાણીતી છે. જો કૂતરો બિલાડીને જુએ છે તો બિલાડીનું આવી બને છે. કૂતરાઓ તેમને ત્યાં સુધી દોડાવે છે જ્યાં સુધી તેઓ બિલાડીને પકડી ન લે અથવા બિલાડી તેનો જીવ બચાવીને ક્યાંક સંતાઈ ન જાય.
જો કે આજના સમયમાં તેમની વચ્ચે કેટલીક મિત્રતા પણ જોવા મળે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કૂતરા સાથે બિલાડી (Dog and Cat) પણ રાખે છે અને બંનેને સાથે રાખે છે, જેથી તેમની વચ્ચે દુશ્મનાવટ ન વધે પરંતુ બંને ખુશીથી જીવે છે. જો કે તેમ છતાં તેમની વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને ખચકાટ છે.
બિલાડી અને કૂતરાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે, જે ઘણાને આશ્ચર્ય પણ કરે છે અને કેટલાક વીડિયો તેમને હસાવતા પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક બિલાડી તેના આગળના પગથી બોલ પકડી રહી છે અને કૂતરાને બોલ આપવાનું નામ નથી લઈ રહી.
Finders keepers…😂😼🐶🎾🔊 pic.twitter.com/O7gEHXhWXg
— Laughs 4 All 🤟 (@Laughs_4_All) January 8, 2022
વીડિયો (Funny Videos)માં તમે જોઈ શકો છો કે બિલાડીએ બોલને સંપૂર્ણપણે પોતાના પગથી દબાવી રાખ્યો છે. આ દરમિયાન, કૂતરો તેની પાસેથી બોલ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ બિલાડી તેને બોલ આપવા માંગતી નથી અને કૂતરાને પંજો મારવાનું શરૂ કરે છે.
જો કે હજુ પણ કૂતરો પીછેહઠ કરતો નથી અને બોલ લેવાનો પ્રયાસ કરતો રહે છે, પરંતુ બિલાડીએ તેને બોલ નહીં આપવાની જાણે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે બોલ પકડી રાખે છે. લાખ પ્રયત્નો છતાં બિલાડીએ કૂતરા (Dog Viral Videos)ને બોલને સ્પર્શ પણ ન કરવા દીધો.
આ ફની વીડિયો (Funny Viral Videos)ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)પર @Laughs_4_All નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
ઘણા લોકોએ વીડિયો (Dog Funny videos) જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, ‘જીદ્દી બિલાડી, બોલને કૂતરા પાસે ન જવા દેવા સિવાય બીજું કંઈ મગતી નથી’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો: Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન
આ પણ વાંચો: PMJDY: જનધન ખાતામાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા,જાણો યોજનાના આ લાભ વિશે વિગતવાર
Published On - 7:22 am, Mon, 10 January 22