Funny Video : સ્ટંટના ચક્કરમા કૂતરાની હાલ થઈ ખરાબ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કૂતરાનો એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટંટના ચક્કરમાં કૂતરા સાથે જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video : સ્ટંટના ચક્કરમા કૂતરાની હાલ થઈ ખરાબ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Dog Fell down while stunt
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:49 PM

Viral Video : સામાન્ય રીતે શ્વાનને (DOG) ખૂબ જ ચપળ અને મૈત્રીપૂર્ણ પ્રાણી માનવામાં આવે છે. કૂતરાઓની ખાસ વાત એ છે કે તેઓ માણસો પાસેથી ઘણુ બધુ શીખે છે. આ જ કારણ છે કે પોલીસ અને આર્મીમાં પણ કૂતરાઓને સાથે રાખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તમે કૂતરાઓને લગતા આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં તેઓ દોડતા અને કૂદતા જોવા મળે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કૂતરો સ્ટંટ (Stunt video) કરતો જોવા મળે છે.પરંતુ સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમને પણ હસવુ આવશે.

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સીડીની નીચે એક નાનો દરવાજો મૂકવામાં આવ્યો છે,સાથે જ વીડિયોમાં એક કૂતરો સીડી પરથી ઉતરતી વખતે સ્ટંટ કરવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ તેનુ સંતુલન ખોરવાતા તે ઘડામ દઈને નીચે પડે છે.જો કે બાદમાં કૂતરો ઉભો થઈને આગળ ચાલતો જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

વીડિયો જોઈને લાગે છે કે, કૂતરાએ આ સ્ટંટ કરતા પહેલા ટ્રેનિંગ લીધી ન હોય, તેથી જ તેનુ બેલેન્સ તમને જણાવી દઈએ કે, આ વીડિયોસોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FredSchultz35 નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્સનમાં લખ્યુ કે, કૂતરો ગ્રેસ સાથે સીડી ઉતરી રહ્યો છે….!

યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરત એક યુઝરે લખ્યુ કે, કૂતરાને સ્ટંટ કરવા ભારે પડ્યા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, કૂતરાની હાલત જોઈને દયા આવી ગઈ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : ‘જેંગા ગેમ’ રમવા કૂતરાએ લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો : Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ