Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ

|

Dec 29, 2021 | 9:12 AM

આ ફની વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો તેના માલિકથી છુપાઈને પપૈયાનો ટુકડો ચોરી રહ્યો છે. ત્યારે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ
Funny video of dog stealing goes viral

Follow us on

જો કે વિશ્વમાં ઘણા પ્રાણીઓ છે, પરંતુ જો કોઈ પ્રાણી સૌથી વફાદાર હોય તો તે છે કૂતરો. તમે કૂતરાની વફાદારીની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે કૂતરાઓ આટલા વફાદાર કેવી રીતે બને છે? હકીકતમાં, કૂતરાની વફાદારીનું કારણ એ છે કે તેઓ પરિવારના સભ્યો સાથે વધુ જોડાયેલા હોય છે અને બદલામાં તેમને ખૂબ જ લગાવ પણ મળે છે. આ જ કારણ છે કે તેઓ તમારા પ્રત્યે વફાદાર બને છે.

ક્યારેક તમે આવા સમાચાર તો સાંભળ્યા જ હશે જેમાં કૂતરાઓ પોતાના માલિકના રક્ષણમાં પોતાનો જીવ પણ ગુમાવે છે. તેમની અપાર વફાદારી છે કે આજકાલ લોકોને કૂતરા રાખવાનું વધુ ગમે છે. શ્વાનને લગતા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વાયરલ (Dog Funny Videos) થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની પણ હોય છે. આવો જ એક ફની વીડિયો (Funny Viral Videos) આજકાલ ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો તેના માલિકથી છુપાવીને પપૈયાનો ટુકડો ચોરી લે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વીડિયો (Dog Viral Videos)માં તમે જોઈ શકો છો કે કૂતરાની સામેના ટેબલ પર પપૈયાના કેટલાક ટુકડા રાખવામાં આવ્યા છે, જેને તે ધ્યાનથી જોઈ રહ્યો છે. જો કે, ઘરની માલિક પાછળ રસોડામાં ઉભી છે, ત્યારે કુતરો પપૈયાનો ટુકડો ઉપાડતો નથી પરંતુ થોડીક સેકન્ડો પછી, જ્યારે માલિક ત્યાંથી જાય છે, ત્યારે કૂતરો ધીમે ધીમે ટેબલ પર પડેલા પપૈયાના ટૂકડામાંથી એક ટુકડો લઈ લે છે અને તેને ટેબલની નીચે જઈને ખાય છે, જેથી કોઈને ખબર ન પડે.

આ ખૂબ જ રમુજી વીડિયો (Dog Funny Viral Videos) છે. તેને ટ્વિટર (Twitter) પર @buitengebieden_ નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘પરફેક્ટ ક્રાઈમ’. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 48 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 17 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે.

એક યુઝરે લખ્યું, ‘તે (કૂતરો) આજુબાજુ જુએ છે તેની ખાતરી કરવા માટે કે તેની માલિક તેની તરફ જોઈ રહી નથીને’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘બસ એક જ ટુકડો લીધો સૌથી પ્યારો ચોર.

આ પણ વાંચો: Tips and Tricks: સામેના વ્યક્તિને જાણ ન થાય એ રીતે જોવા માગો છો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી તો અપનાવો આ ટ્રિક

આ પણ વાંચો: Viral: પેન્ટ પહેરવાની આવી યૂનિક સ્ટાઈલ તમે નહીં જોઈ હોય, વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Next Article