ગધેડાને બનાવી લીધી પોતાની પર્સનલ રાઈડ! કૂતરાની મસ્તી જોઈને હસી પડશો, Video થયો વાયરલ

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આજકાલ લોકો વિવિધ પ્રકારના વીડિયો બનાવતા હોય છે તો કેટલાક ફની વીડિયો પશુ-પક્ષીઓના પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે તેને જોતા જ ચહેરા પર સ્માઈલ આવી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો ગધેડાની પીઠ પર સવાર થયો છે.

ગધેડાને બનાવી લીધી પોતાની પર્સનલ રાઈડ! કૂતરાની મસ્તી જોઈને હસી પડશો, Video થયો વાયરલ
Funny Viral Video
| Updated on: Nov 21, 2026 | 2:28 PM

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આજકાલ લોકો વિવિધ પ્રકારના વીડિયો બનાવતા હોય છે તો કેટલાક ફની વીડિયો પશુ-પક્ષીઓના પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે તેને જોતા જ ચહેરા પર સ્માઈલ આવી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

આપણે સોશિયલ મીડિયા પણ અનેક વાર કૂતરા અને માલિકો કે અન્ય લોકો સાથે રસ્તા પર ચાલતા વીડિયો જોયા હશે. તેમજ ક્યારેક તેઓ અન્ય કૂતરા સાથે મસ્તી કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કૂતરો કઈ માણસ કે કૂતરાઓ સાથે નહીં પરંતુ ગધેડા સાથે જઈ રહ્યો છે. આ દ્રશ્ય એટલું અનોખું અને મજેદાર છે કે તેને જોનાર વ્યક્તિ એક ક્ષણ માટે થંભી જ જાય છે.

કૂતરાએ ગધેડાને બનાવી લીધો પોતાની સવારી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક કૂતરો ગધેડાની પીઠ પર ખૂબ જ આરામથી બેઠો છે. તે એવી રીતે બેઠો છે જાણે તેણે પોતાની માટે ખાસ સવારી શોધી લીધી હોય! ગધેડો પોતાના રસ્તે આગળ વધતો રહે છે અને કૂતરો તેની પીઠ પર બેસીને મુસાફરીનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. તેના બેસવાની રીત જોઈને લાગે છે કે તેને ખરેખર એક એવો મિત્ર મળી ગયો છે, જે તેને કોઈ પણ ફરિયાદ વગર પોતાની પીઠ પર બેસાડીને લઈ જવામાં ખુશ છે. કૂતરાના ચહેરા કે હાવભાવમાં જરા પણ ગભરાટ દેખાતો નથી; ઉલટાનું, તે એકદમ નિશ્ચિંત અને આરામદાયક સ્થિતિમાં જણાય છે.

 

અનોખી જોડી જોઈને લોકો હસી પડ્યા

આ મજેદાર વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ અનેક રસપ્રદ ટિપ્પણીઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ અનોખી પણ સુંદર મિત્રતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક કૂતરાની સવારી કરવાની અંદાજ જોઈને ખૂબ હસી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ રમુજમાં ટિપ્પણી કરી છે કે આ કૂતરાને એક શાનદાર સવારી મળી ગઈ છે—તેમાં ન તો કોઈ ઈંધણની જરૂર પડી, ન તો કોઈ ભાડું ચૂકવવું પડ્યું!

આ પણ વાંચો : મહિલાના માથા પર ઘાસનો ભારો, ઉપર બેઠો મોર! આવો નજારો જોઈ લોકો દંગ રહી ગયા,જુઓ Video

Published On - 2:28 pm, Sat, 21 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.