Viral: ટીવી પર ‘ધ લાઈન કિંગ’ને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

આ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટીવી જોઈને કૂતરો પણ કેવી રીતે પ્રાણીઓની નકલ કરી રહ્યો છે તે જોવા જેવું છે. આવો વીડિયો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

Viral: ટીવી પર ધ લાઈન કિંગને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો
Dog Viral Video
Image Credit source: Image Credit Source: Twitter
| Edited By: | Updated on: Feb 17, 2022 | 7:28 AM

તમે ફિલ્મ ‘ધ લાયન કિંગ’ તો જોઈ જ હશે. તે એક લોકપ્રિય અમેરિકન મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે, જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. ભારતમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ જંગલના સિંહ રાજા પર આધારિત છે, જેનું નામ સિમ્બા છે. આ ફિલ્મમાં સિમ્બાને જંગલનો રાજા બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આખરે તે રાજા બની જાય છે. જંગલમાં હાજર અન્ય પ્રાણીઓ પણ તેમને પોતાનો રાજા માને છે. તમે ફિલ્મોમાં સાંભળ્યું અને જોયું હશે કે કેવી રીતે લોકો રાજાના સન્માનમાં માથું નમાવે છે, એ જ રીતે આ ફિલ્મમાં પ્રાણીઓ પણ સિમ્બાના સન્માનમાં માથું નમાવે છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેમાં કૂતરો આવું કરતો જોવા મળી રહ્યો છે.

કૂતરો ટીવી જોઈ રહ્યો છે, જેના પર ફિલ્મ ‘ધ લાયન કિંગ’ ચાલી રહી છે. તે ફિલ્મમાં એક સીન છે, જેમાં ઝેબ્રાથી લઈને હાથી અને જિરાફ સહિત તમામ પ્રાણીઓ રાજાના સન્માનમાં માથું નમાવે છે. હવે ટીવીમાં આ દ્રશ્ય જોઈને કૂતરો પણ માથું નમાવી દે છે અને તે પણ જંગલના રાજાનું સન્માન કરે છે. ટીવીની બહારનું આ દ્રશ્ય ખૂબ જ અદભૂત છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટીવી જોઈને કૂતરો પણ કેવી રીતે પ્રાણીઓની નકલ કરી રહ્યો છે તે જોવા જેવું છે. આવો વીડિયો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

તેને @buitengebieden_ નામ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘પ્રાણીઓ સાથે એક કૂતરો સિમ્બા ધ લાયન કિંગને નમન કરે છે’. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 38 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 28 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે અને કૂતરાને ક્યૂટ કહ્યો છે.

આ પણ વાંચો: Bhavnagar : કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ મળતા તંત્ર સાબદું, વન વિભાગે ટીમો બનાવી તપાસ હાથ ધરી

આ પણ વાંચો: Bappi Lahiri Last Rites : બપ્પી લહેરીનો પાર્થિવ દેહ આજે પંચમહાભુતમાં વિલીન થશે, પાર્લે સ્મશાન ગૃહ ખાતે થશે અંતિમ સંસ્કાર