Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી

એક નવા પ્રકારના પકોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુકાનદારે ફણસ(Jackfruit)ના પકોડા તૈયાર કર્યા છે. જેના પર યુઝર્સ પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી
Delhi Shopkeeper made jackfruit pakoda (Viral Video Image)
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:14 AM

શિયાળા (Winter)માં લોકોને ભૂખ વધુ લાગતી હોય છે ત્યારે ખાવા માટે મન લાલચાતું રહે છે. આ સિઝનમાં કોઈને મીઠાઈ ખાવાનું પસંદ હોય છે તો કોઈને મસાલેદાર ખાવાનું ખૂબ જ પસંદ હોય છે, પરંતુ આ સિવાય પકોડા બધાના ફેવરિટ છે. આ જ કારણ છે કે શેરી ખુણાના દુકાનદારો પણ આ વાનગી પર પ્રયોગ કરીને એવી વાનગી બનાવવા માંગે છે કે તેનો સ્વાદ જીભે ચડી જાય તો ઉતરે નહીં! હાલ પકોડાની આવી વાનગી ચર્ચાનો વિષય બની છે. જેને જોયા પછી તમારા મનમાં પણ તેને ખાવાની ઈચ્છા જાગી જશે.

સામાન્ય રીતે તમે બધાએ જેકફ્રૂટ(ફણસ)નું શાક અથવા અથાણું ખાધું હશે, પરંતુ શું તમે ક્યારેય જેકફ્રૂટના પકોડા વિશે સાંભળ્યું છે, જો નહીં, તો આ દિવસોમાં આવી વાનગી લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. આ જોઈને બધાના મોઢામાં પાણી આવી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સરદાર ફણસના ટૂકડાને તેલથી ભરેલી કડાઈમાં નાખે છે અને તેને તળે છે. અંતે, જેકફ્રૂટ (Jackfruit) પકોડાને ચટણી સાથે પીરસવામાં આવે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વાનગીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આ અંગે પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ દેખાવમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો વિચારો કે ખાવામાં કેટલું સ્વાદિષ્ટ હશે.’

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તેનો સ્વાદ ચિકન જેવો જ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેને જોયા પછી હું મારી જાતને રોકી શકતો નથી.’ આ સિવાય અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ રમૂજી ટિપ્પણી કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર @oye.foodieee નામના ફૂડ બ્લોગર અર્જુન ચૌહાણના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં તેણે આ દુકાનની આખી વાત કહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 1.1 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લગભગ 38 હજાર વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યું છે.

આ પણ વાંચો: Viral: કૂતરાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો અને ગધેડાને આવ્યુ હસવું, જુઓ આ વાયરલ વીડિયો

આ પણ વાંચો: Technology News: મેસેજ વાંચ્યા બાદ પણ સામેની વ્યક્તિને નહીં થાય જાણ, WhatsApp નું આ જબરદસ્ત ફિચર્સ જાણો