રામાનંદ સાગરની ‘રામાયણ’ (Ramayan)એ 90ના દાયકાનો શો છે. જેનો ઉલ્લેખ થતાં જ ઘણી બધી યાદો તાજી થઈ જાય છે. આ શોમાં અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાએ રામ-સીતાની ભૂમિકા ભજવી હતી. ‘રામાયણ’માં બંને સ્ટાર્સે રામ અને સીતાના પાત્રને એવી રીતે જીવ્યા કે લોકો તેમને આજ સુધી ભૂલી શક્યા નથી. લોકો તે બંનેને જ ભગવાન સમાન પ્રેમ કરે છે. લાંબા સમય બાદ ફરી એકવાર ‘રામાયણ’ની સીતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
દીપિકા ચીખલીયાએ સીતાની ભૂમિકામાં પોતાની નિર્દોષતા અને અભિનયથી બધા પર ઊંડી છાપ છોડી. એટલા માટે વર્ષો પછી પણ તે બધાની ફેવરિટ છે. ફરી એકવાર તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. વીડિયોમાં દીપિકા દેશી ચૂલા પર ભોજન બનાવતી જોવા મળી રહી છે. ટીવી પર સીતાને ચૂલા પર ભોજન બનાવતી જોઈને બધાને જૂના દિવસો યાદ આવી ગયા છે. રામાયણમાં વનવાસ દરમિયાન માતાને ઘણીવાર ચૂલા પર રસોઈ કરતા બતાવ્યા છે.
જો કે વીડિયો જોઈને એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે દીપિકા ક્યાંથી ચૂલા પર રસોઈ બનાવી રહી છે. અથવા તેઓ શું બનાવે છે? એટલા માટે ચાહકોએ જ તેને પૂછ્યું કે, માતા શું બનાવે છે? અભિનેત્રી ચાહકોના સવાલોના જવાબ આપશે કે નહીં, તે ખબર નથી. પણ હા એ તો ખબર છે કે તેનો વીડિયો જોયા પછી લોકોને રામાયણના વનવાસનો સીન ચોક્કસ યાદ આવી ગયો હશે.
આ પહેલીવાર નથી જ્યારે દીપિકા ચૂલા પર રસોઈ બનાવતી જોવા મળી હોય. આ પહેલા પણ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. લોકો આજે પણ દીપિકાને એટલો પ્રેમ કરે છે કે દરેક વખતે તેનો વીડિયો વાયરલ થાય છે.
બીજી તરફ, જો આપણે તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો દીપિકા ચિખલિયા 2019માં આયુષ્માન ખુરાના સ્ટારર ‘બાલા’માં જોવા મળી હતી.
આ પછી તે 13મે 2022ના રોજ રિલીઝ થયેલી ‘ગાલિબ’માં અફઝલ ગુરુની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. જે લોકોને હજુ સુધી ખબર નથી પડી કે દીપિકા ચૂલા પર શું બનાવી રહી છે. તે લોકો અભિનેત્રીના હેશટેગ પર જૂઓ. તરત ખબર પડી જશે કે દીપિકા બટેટા-ડુંગળીની કઢી બનાવી રહી છે.