ટેલેન્ટેડ ટેણીયાઓના Viral વીડિયોએ મચાવી ધૂમ, લોકોને ખુબ પસંદ આવી સિંગિંગ સ્ટાઈલ

|

Jan 30, 2022 | 10:22 AM

એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ બાળકો પોતાની સિંગિંગ ક્યૂટનેસથી લોકોના દિલ જીતી રહ્યાં છે. ત્યારે લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

ટેલેન્ટેડ ટેણીયાઓના Viral વીડિયોએ મચાવી ધૂમ, લોકોને ખુબ પસંદ આવી સિંગિંગ સ્ટાઈલ
Little kids amazing Viral video (Viral Video Image)

Follow us on

બાળકો જેટલા ક્યુટ હોય છે એટલા જ તોફાની પણ હોય છે. વાસ્તવમાં, આની પાછળનું કારણ એ છે કે તેમને દરેક વસ્તુને ખૂબ નજીકથી જાણવાની ઈચ્છા હોય છે, તેથી તેઓ શું સાચું છે, શું ખોટું છે તેની ચિંતા કર્યા વિના તેમને જે ગમે છે તે કરવાનું શરૂ કરે છે. બાળકોને પણ હંમેશા કૂદવાનું પસંદ છે. આમાં પણ તેઓ એ નથી જોતા કે તેમના કપડા ગંદા થશે કે તેમને નુકસાન થશે. જો તેમને તે ગમે છે તો તેઓ કૂદકા મારતા રહે છે. આજના બાળકો પણ પ્રતિભાશાળી જન્મી રહ્યા છે. સિંગિંગ હોય કે ડાન્સિંગ, નાના બાળકો પણ પોતાનું ટેલેન્ટ દેખાડી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવા ઘણા વીડિયો છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં ત્રણ બાળકો પોતાની સિંગિંગ ક્યૂટનેસથી લોકોના દિલ જીતી રહ્યાં છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રણ બાળકો છે, જેઓ ગીતો ગાઈ રહ્યા છે અને ગિટાર વગાડવાની જેમ એક્ટિંગ કરી રહ્યા છે. એમને જોઈને એવું લાગે છે કે એમનું પોતાનું કોઈ બેન્ડ હોય અને તેઓ આનંદથી વગાડતા ગાતા હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક પણ મોં વડે સંગીત વગાડે છે અને તે પછી ત્રણેય ગાવાનું શરૂ કરે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વચ્ચે રહેલા બાળકના હાથમાં એક લાકડી છે, જેને તે ગિટારની જેમ વગાડી રહ્યો છે, જ્યારે તેની બાજુમાં ઉભેલા અન્ય બે બાળકો ખાલી હાથે પણ ગિટાર વગાડી રહ્યા છે. ગીત ગાનાર બાળક ગીતમાં એવી રીતે ડૂબી ગયો છે કે જાણે તે કોઈ મોટો ગાયક હોય.

IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘સૌથી સરસ બેન્ડ’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 3 હજાર વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘વાહ, ખૂબ જ સરસ, અદ્ભુત’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘હું તે શર્ટ પહેરેલા છોકરાને લઈને ખૂબ જ ચિંતિત હતો, તેને ગિટાર ના લગી જાઈ આંખમાં’.

આ પણ વાંચો: Android યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો કેવી રીતે કરશે કામ

આ પણ વાંચો: Viral: આટલો ખુંખાર નાગિન ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય, લોકો બોલ્યા ‘આ ડાન્સ જોઈ નાગ પણ શરમાઈ જાય’

Next Article