
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવા લોકો હશે, જેને બાળકો પસંદ ન હોય. નાના બાળકોની નાદાની, મસ્તી અને સ્માઈલને કારણે લોકો તેમની પાસે રાખવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ નવી પેઢીના નવા બાળકો એટલા સ્માર્ટ થઈ રહ્યાં છે, કે તેમની વાતોથી જ લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. હાલમાં એક બાળકીનો આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો, બચ્ચે મન કે સચ્ચે.
આ વાયરલ વીડિયોમાં એક નાની બાળકી મમ્મી સામે પપ્પાની ફરિયાદ કરતી જોવા મળી હતી. તેણે મમ્મી સામે પોતાના પપ્પાની તમામ પોલ ખોલી દીધી હતી. બાળકી પોતાની મમ્મીને કહે છે કે, મેં પપ્પા સાથે રમવા આવી હતી, પણ તેમણે કહ્યું તું જાતે રમી લે અને તે પોતે ફોન પર વ્યસ્ત થઈ ગયા. મેં તેમને કહ્યું કે મારી સાથે રમો, પણ તે ન રમ્યાં. પછી તમે જેમાં ઉપર આવ્યા કે તેમણે ફોન છુપાવી દીધો અને કહ્યું કે મમ્મી ન કહેતી કે હું ફોન વાપરી રહ્યો હતો.
ત્યારબાદ તે બાળકી પોતાના પપ્પાને જોઈને કહે છે કે, સ્માઈલ કરો થોડી. જ્યારે જુઓ ત્યારે ફોનમાં ઘુસી રહો છો. અમારી સાથે વાત જ નથી કરતા. મમ્મી રીસાઈ જશે તો હું પણ રીસાઈ જઈશ.મારુ રડવાનું પણ શરુ થઈ જશે. બાળકીની આ મજેદાર વાતોને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video : હવામાં પાતળી દોરી પર દાદીઓએ દોડાવી સાયકલ, યુઝર્સે કહ્યું- ખતરો કી ખેલાડી છે દાદી!
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,આજકાલના બાળકો સ્માર્ટ થઈ ગયા છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નવી પેઢીનો નવો અંદાજ.આ વીડિયોને 3 લાખથી વધારે વ્યૂઝ મળયા છે અને 2 લાખથી વધારે લાઈક મળી છે. આ વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.