Viral Video : તમે ક્યારેય નહીં જોયો હોય આવો અદ્દભુત વીડિયો, કાંગારુઓએ યુઝર્સને કર્યા ભાવુક

Kangaroo Viral Video : કાંગરુ અને તેના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો અદ્દભુત છે કે તેના વર્ણન માટે આ લેખના 300 શબ્દો પણ ઓછા પડે.

Viral Video : તમે ક્યારેય નહીં જોયો હોય આવો અદ્દભુત વીડિયો, કાંગારુઓએ યુઝર્સને કર્યા ભાવુક
Mother kangaroo Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 01, 2023 | 8:09 PM

‘મા તે મા, બીજા બધા વગડાના વા’ આ કહેવત જેટલીવાર સાંભળીએ એટલીવાર નવી અને ખુબ પ્રેમાળ લાગે છે. દુનિયામાં માતા અને તેની સંતાન વચ્ચેનો પ્રેમ એટેલો અદ્દભુત હોય છે કે જેવી વ્યાખ્યા હમણા સુધી દુનિયાનો કોઈ વિદ્ધાન સ્પષ્ટ અને સચોટ રીતે કરી શક્યો નથી. હાલમાં જ દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું અવશાન થયુ હતુ. અવશાન ભલે વડાપ્રધાનની માતાનું હતુ, પણ તેનું દુખ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીથી લઈને દેશના સામાન્ય માણસે પણ અનુભવ્યુ હતુ. પોતાની માતા પ્રત્યે દુનિયાના દરેક વ્યક્તિને ખાસ લગાવ હોય છે. માતા અને તેની સંતાન વચ્ચેનો પ્રેમ દર્શાવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક જંગલનો નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક માતા કાંગારુ અને તેનુ સંતાન જોવા મળી રહ્યો છે. સ્લૉ મોશનમાં જોવા મળી રહેલા વીડિયોમાં માતા અને સંતાન વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે. વીડિયોમાં માતા કાંગારુ અને તેનું નાનું બચ્ચુ એકબીજાને વહાલ કરીને એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યા છે. વાઈડલાઈફ ફોટોગ્રાફરે આ અદ્દભુત ક્ષણને પોતાના કેમેરામાં ખુબ સરસ રીતે કેદ કરી હતી. માતા કાંગારુ અને તેના બચ્ચાનો આ વીડિયો જોઈને દરેક યુઝર્સ ભાવુક થયા હતા. આ વીડિયો જોઈને ચોક્કસ તમને પણ પોતાની માતાની યાદ આવશે.

આ રહ્યો એ હૃદયસ્પર્શી વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શુદ્ધ પ્રેમ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મને મારી માતાની યાદ આવી ગઈ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ રીતે કેમેરામાં કેદ કરવામાં આવેલી ક્ષણ. જુઓ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન.

 

 

 

માતા કાંગરુ અને તેના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો અદ્દભુત છે કે તેના વરર્ણ માટે આ લેખના 300 શબ્દો પણ ઓછા પડશે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે.