Cute Viral Video: મેટ્રોમાં જોવા મળી સાડી પહેરેલી એક નાની ક્યૂટ બાળકી, લોકોએ કહ્યું-Cuteness Overloaded

આપણે અવારનવાર દિલ્હી મેટ્રો ટ્રેન વિશે સાંભળીએ છીએ. લોકો ફેમસ થવા માટે સ્ટંટ કરે છે અથવા તો છોકરા-છોકરીઓ એકબીજાને હગ કરીને ઉભા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળે છે. પણ આ વખતે વાયરલ થઈ રહેલો વીડિયો કંઈક અલગ જ છે.

Cute Viral Video: મેટ્રોમાં જોવા મળી સાડી પહેરેલી એક નાની ક્યૂટ બાળકી, લોકોએ કહ્યું-Cuteness Overloaded
cute little girl viral video
| Edited By: | Updated on: Oct 05, 2023 | 3:43 PM

દિલ્હી મેટ્રો ટ્રેન છેલ્લા કેટલાક સમયથી ખોટી બબાલોને કારણે ચર્ચામાં રહે છે. ઘણા આન્ટી લોકો ઝઘડતા હોય છે કે કોઈ કાકા બીડી સળગાવતા જોવા મળે છે તો કોઈ ટૂંકા કપડામાં જોવા મળે છે તો કોઈ આ મેટ્રો ટ્રેનમાં અશ્લીલ હરકતો કરવા લાગે છે. હવે કોલકતા મેટ્રોની અંદરથી એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા ફેસ પર સ્માઈલ આવી જશે. વાયરલ ક્લિપમાં એક નાની ક્યૂટ બેબીને સાડી પહેરેલી જોઈ શકાય છે. આ વીડિયો લોકોને ક્યૂટ લાગી રહ્યો છે. લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Shocking Stunt viral video : લો બોલો, છોકરાએ માથા પર રાખ્યું ફ્રીઝ, પછી ચલાવી સાયકલ

કોલકાતા મેટ્રોમાંથી ક્યૂટ વીડિયો વાયરલ

હાલમાં જ કોલકાતા મેટ્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક ક્યૂટ નાની બેબી બનારસી સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેના માથા પર ગોલ્ડન મુગટ છે. આ બેબીને જોઈને ટ્રેનની અંદર રહેલા લોકો તેના ફોટા અને વીડિયો પાડવા લાગે છે. ઘણા લોકોએ કહ્યું કે, છોટી દુર્ગા મા ટ્રેનમાં આવી છે. તમે પણ જુઓ આ ક્યૂટ વાયરલ વીડિયો.

અહીં જુઓ નાની બેબીનો સુંદર વીડિયો

(Credit Source : youtube Social media)

આ નાની બેબીનો મનમોહક વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોમાં રહેલી છોકરીની સ્માઈલ જોઈને પોતે પણ હસી રહ્યા છે. દરેક લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ ગુલાબી સાડીની સાથે આ બાળકીએ હાથમાં બંગડી અને માથા પર બિંદી કરેલી છે. પગમાં અલ્તો પણ લગાવેલો છે. લોકો તેને છોટે અંબેમાં કહી રહ્યા છે.

લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ

લોકો આ બાળકીની અદા જોઈને કોમેન્ટ્સ કરી રહ્યા છે. તેને મા દૂર્ગાનું સ્વરૂપ પણ માની રહ્યા છે. તે એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી પેસેન્જરોની નજર નથી હટતી. લોકો તેના વીડિયો અને ફોટા પણ પાડી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Thu, 5 October 23

Follow Us