Instagram Cute Viral video : હાઉકલી…..કૂતરાને બેગમાં મુકીને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, બેગની અંદર જ ઝોલે ચડ્યો ડોગી

Viral video : પ્રાણીઓની સ્ટાઈલ હંમેશા આપણને આકર્ષિત કરે છે અને જો વાત કૂતરા કે બિલાડીની હોય તો કહેવું જ શું. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો બેગની અંદરથી ડોકિયું કરતો જોવા મળી રહ્યો છે.

Instagram  Cute Viral video : હાઉકલી.....કૂતરાને બેગમાં મુકીને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, બેગની અંદર જ ઝોલે ચડ્યો ડોગી
Animal Viral video
| Edited By: | Updated on: Jan 22, 2023 | 6:50 AM

મનુષ્યોને તેમના પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરતા દર્શાવતા વીડિયો હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવે છે. હકીકતમાં ઈન્ટરનેટ એવા વીડિયોથી ભરેલું છે જેમાં લોકો પોતાની પાલતુ બિલાડી અથવા કૂતરા સાથે પ્રવાસની મજા લેતા જોઈ શકાય છે. હવે એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક કૂતરાને બેગમાં લઈને ટ્રેનમાં આરામથી મુસાફરી કરી રહ્યો છે. તમે પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો અને ઘણી વખત તમારા મોઢામાંથી વાહ નીકળી જશે.

વીડિયો શરૂ થતાની સાથે જ અંદર એક ટ્રેન દેખાઈ રહી છે. આમાંથી એક સીટ પર ખોળામાં બેગ લઈને એક વ્યક્તિ ઉંઘ કરતો જોવા મળી રહ્યો છે પરંતુ વધારે મનોરંજન તો ડોગીનું છે. તે ડોગી બેગની અંદર બેસીને ઉંઘ કરી રહ્યો છે. લેબ્રાડોર રીટ્રીવર જેવો દેખાતો આ કૂતરો એક સમયે જાગી જાય છે અને આરામથી બેગની અંદર બેસીને આસપાસ જુએ છે.

આ પણ વાંચો : Instagram Reels : દુલ્હનની બહેને ‘અંગ લગા દે રે’ પર કર્યો ઈમ્પ્રેસિવ ડાન્સ, Viral Videoએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

જુઓ આ ક્યુટ વીડિયો…

આ પણ વાંચો : Monkey Funny Video: ઘસી ઘસીને વાસણ ધોઈ રહ્યો હતો વાંદરો, લોકોએ કહ્યું ‘પૂર્વજોથી આ ચાલતુ આવે છે’

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ pettownindia નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ વીડિયો શેર કરતી વખતે ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ટ્રુ લવ.

આ વીડિયો 6 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. શેર કર્યા પછી ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી તેને 21.3 મિલિયનથી વધારે વખત જોવાય ચુક્યો છે. સાથે જ વીડિયોને ઘણી લાઈક મળી ચુકી છે. લોકોએ વીડિયોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

Published On - 6:26 am, Sun, 22 January 23