‘એક ફર્જ ઐસા ભી’ : શહીદ સૈનિકની બહેનના સાથી સૈનિકોએ કરાવ્યા લગ્ન ! ઈમોશનલ વીડિયો થયો વાયરલ

તાજેતરમાં એક લગ્નના વીડિયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. આ અનોખા લગ્નમાં CRPF જવાનોએ જે રીતે એક ભાઈ તરીકેની ફરજ નિભાવી છે, તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે.

એક ફર્જ ઐસા ભી : શહીદ સૈનિકની બહેનના સાથી સૈનિકોએ કરાવ્યા લગ્ન ! ઈમોશનલ વીડિયો થયો વાયરલ
Wedding video goes viral
| Edited By: | Updated on: Dec 16, 2021 | 11:48 AM

Viral Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા(Social Media)  પર લગ્ન સંબધિત વીડિયો સામે આવી રહ્યા છે.જેમાં કેટલાક વીડિયોમાં લગ્નની વિધિ તો ક્યારેક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી (Bride-Groom) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.પરંતુ તાજેતરમાં એક લગ્નનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં CRPF જવાનોએ(Central Reserve Police Force)  જે રીતે એક ભાઈ તરીકેની ફરજ નિભાવી છે,તે જોઈને તમે પણ આ સૈનિક પર ગર્વ કરશો.

CRPF જવાનોએ આ રીતે નિભાવી ફરજ

રાયબરેલીના અમર શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની (Martyr Shailendra Pratap Singh)બહેન જ્યોતિનો 13 ડિસેમ્બરના રોજ લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન સમારોહમાં હાજર દરેક માટે એ ક્ષણ એટલી જ ભાવુક ક્ષણ સાબિત થઈ જ્યારે CRPF જવાનો અને અધિકારીઓએ શહીદની બહેનના લગ્નમાં પહોંચીને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.આ સાથી સૈનિકોએ બહેનના ભાઈ તરીકેની દરેક ફરજ નિભાવી.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, CRPF જવાનો બહેનને લગ્ન મંડપ સુધી હાથ પકડીને લઈ જતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક

આ CRPF જવાનોએ એક સારી પહેલ કરીને ભાઈની ભૂમિકા અદા કરી હતી.આ ક્ષણે લગ્નમાં હાજર દરેકની આંખમાં આનંદ અને દુ:ખના આંસુ હતા. શહીદ શૈલેન્દ્રના પિતાએ કહ્યું કે, ‘ભલે મારો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ મને આ CRPF જવાનોના રૂપમાં નવા પુત્રો મળ્યા છે જે દરેક સુખ-દુઃખમાં હંમેશા અમારી સાથે ઉભા રહે છે.’ભારત માતાનુ રક્ષણ કરી રહેલા આ વીરોની અનોખી કામગિરીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને આ સાથી સૈનિકોની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Vijay Diwas: પાકિસ્તાનના 8000 સૈનિકોના મોત, 93000 લોકોએ આત્મસમર્પણ કર્યું, જાણો ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી મોટી વાતો

આ પણ વાંચો : Omicron Variant: છેલ્લા 24 કલાકમાં આ પાંચ રાજ્યોમાંથી ઓમિક્રોનના 12 નવા કેસ નોંધાયા