ધોતી-કુર્તામાં ક્રિકેટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી એક અનોખી મેચ રમાઈ જેનો વીડિયો વાયરલ, પીએમ મોદી કરી ચૂક્યા છે વખાણ

વારણસીના રામાપુરમાં શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના 82માં સ્થાપના દિવસ પર સંસ્કૃત બટુક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બટુકોએ ધોતી-કુર્તા પહેરી ક્રિકેટ મેચ રમી હતી.આખા મેચની કોમેન્ટ્રી સંસ્કૃતમાં કરવામાં આવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

| Updated on: Jan 28, 2026 | 3:33 PM

ધર્મ અને સંસ્કૃતિના શહેર કાશીમાંથી એક ફોટો સામે આવ્યો છે, જે આધુનિક રમતો અને પ્રાચીન પરંપરાઓના અદ્ભુત સંગમને દર્શાવે છે. મંગળવારે, રામપુરામાં જયનારાયણ ઇન્ટર કોલેજના મેદાનમાં “સંસ્કૃત બટુક ક્રિકેટ સ્પર્ધા” યોજાઈ હતી. ખેલાડીઓએ જર્સી નહીં, પણ પરંપરાગત ધોતી અને કુર્તા પહેર્યા હતા અને કોમેન્ટ્રી હિન્દી અંગ્રેજી નહી પરંતુ શુદ્ધ સંસ્કૃતમાં આપવામાં આવી હતી.

શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના 82માં સ્થાપના દિવસ પર આયોજિત આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ તેની કોમેન્ટ્રી રહી હતી.જ્યારે કોમેન્ટેટરે કહ્યું , એક તેજસ્વી પુલ શૉર્ટ, કન્દુકં આકાશ માર્ગેન ગચ્છન, સીમારેખાત:બહિર્ગમન.ષડ ધાવનાંકા : લબ્ધા ( એક શાનદારપુલ શોર્ટ અને બોલ હવામાં જઈ બહાર ગયો, સિક્સ રન) આટલું બોલતા આખું મેદાન તાળિયોના અવાજથી ગુંજવા લાગ્યું હતુ. આ અનોખી સંસ્કૃતની કોમેન્ટ્રીના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતના કાર્યક્રમમાં પણ કરી ચૂક્યા છે.

ટીકા-ત્રિપુંડ લગાવી મેદાનમાં ઉતર્યા ખેલાડી

આ ટૂર્નામેન્ટમાં 4 મુખ્ય ટીમોએ ભાગ લીધો હતો. જેમાં શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય,ઈન્ટરનેશનલ ચન્દ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ અને ચિદાનન્દ સંસ્કૃત વિદ્યાલય સામેલ રહ્યા હતા.મેદાન પર વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાન ડો.શેષનારાયણ મિશ્ર અને વેદ આચાર્ય વિકાસ દીક્ષિતે પોતાની સંસ્કૃત કોમેન્ટ્રી કરી હતી. ખેલાડીઓ પણ પોતાના પારંપારિક વેશભૂષામાં જોવા મળ્યા હતા અને તેમણે ડાઈવ લગાવી રનનો ઢગલો કર્યો હતો. જેને જોઈ ચાહકો પણ દંગ રહી ગયા હતા.

વેદાંતી વેદ વિદ્યાપીઠે જીત્યો ખિતાબ

સ્પર્ધાનો રોમાંચક ફાઈનલ મુકાબલો શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય અને સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠે શાનદાર પ્રદર્શન કરી ઈન્ટરનેશલ ચંદ્રમૌલી ટ્રસ્ટને 8 વિકેટથી હરાવ્યું હતુ. તેમજ ચેમ્પિયનશીપની ટ્રોફી પોતાને નામ કરી હતી. આ આયોજન માત્ર રમત નહી પરંતુ રમત પ્રત્યે ઉત્સાહ પણ વધારે છે. આ સાથે એક સંદેશ પણ આપે છે કે, સંસ્કૃત કર્મકાંડની ભાષા નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં જીવંત અને પ્રાસંગિક છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો