
અભિજીત દીપકેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેનું ડિજિટલ કન્ટેટ અને યુવાઓ સાથએ જોડવાની એક રીત માનવામાં આવી રહી છે. તે ગંભીર મુદ્દાને મીમ્સ, શોર્ટ વીડિયો અને સરળ ભાષામાં રજુ કરે છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેને કન્ટેટ સાથે જોડે છે. સોશિયલ મીડિયા પર તેનો પ્રતિક્રિયા એક ઓળખ બની ચૂકી છે. પરંતુ તેના અભિયાનને લઈ અલગ અલગ ચર્ચાઓ સામે આવી રહી છે. પરંતુ ઈન્ટરનેટ પર તેની હાજરી મજબુત જોવા મળી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીનો લીડર અભિજીત દીપકેએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તેમજ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તો ચાલો જાણીએ અભિજીત દીપકેના વાયરલ વીડિયો વિશે.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા ‘હુલ્લડોનું મુખ્ય સૂત્રધાર આયોજન’ સંબંધિત દાવાઓ મુખ્યત્વે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દાવાઓમાં આરોપ છે કે ,તેમની રેલીઓમાં મહિલાઓ, અપંગ લોકો અને બાળકોને આગળ લાવવામાં આવે છે અને NEET ના મુદ્દાનો ઉપયોગ દેશમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા ( જેમ કે, ફેસબુક,એક્સ અને થ્રેડ્સ) પર કેટલીક પોસ્ટ અને વીડિયોના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિજીત દીપકે અને તેના સમર્થનોની યોજના દેશમાં હુલ્લડ અને હિંસા ભડકાવવાની છે. અભિજીત દીપકેના સંગઠન કોકરોચ જનતા પાર્ટી નીટ પેપર લીક ,પરીક્ષા પ્રણાલીમાં અનિયમિતતા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર જંતર-મંતર સહિત દેશના અલગ અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેના આંદોલનની મુખ્ય માંગ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. તેના સમર્થકોનો દાવો છે કે, તેનું આંદોલન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ છે. તે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
શિક્ષણ અને યુવા મુદ્દાઓ પર ચાલી રહેલા આંદોલન દરમિયાન અભિજીત દિપકે લદ્દાખી સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક સાથે પણ દેખાયા હતા. બંનેએ NEET પેપર લીક કેસમાં જવાબદારીની માંગણી કરતી ઝુંબેશમાં ભાગ લીધો હતો. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આનાથી અભિજીત દિપકે માત્ર એક ઓનલાઈન પ્રચારક બનવા ઉપરાંત રાષ્ટ્રીય ચર્ચાઓનો ભાગ બન્યા હતા.