વડાપ્રધાન મોદીની મોટી વિરોધી મમતા બેનર્જી ગરબાના તાલે ઝૂમી

|

Sep 29, 2022 | 5:06 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નવરાત્રી દરમિયાન ફેસ્ટિવ મુડમાં જોવા મળ્યા હતા. કોલકાતામાં ત્રિધારા સંમિલાની પૂજા પંડાલ દરમિયાન તેમણે ગરબા કર્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદીની મોટી વિરોધી મમતા બેનર્જી ગરબાના તાલે ઝૂમી
CM Mamata Banerjee

Follow us on

કોલકાતામાં દુર્ગા પૂજાના કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ગરબા ગાતાં જોવા મળ્યા છે. કોલકાતામાં ત્રિધારા સંમિલાની પૂજા પંડાલના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ખૂબ જ ફેસ્ટિવ મૂડમાં જોવા મળ્યા હતા. હવે સીએમ મમતાનો ગરબા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં મુખ્યમંત્રી પંડાલમાં પહોંચ્યા હતા અને એક કાર્યક્રમ દરમિયાન ગરબા કર્યા હતા.

અહીં જુઓ વીડિયો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે કોલકાતામાં સામુદાયિક દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમયે પરંપરાગત ડ્રમ (ઢાક) વગાડે છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ન્યૂ અલીપુરમાં સુરુચિ સંઘ પૂજા પંડાલમાં પહોંચી હતી. બેનર્જીની સાથે તેમના કેબિનેટ સાથીદારો ફિરહાદ હકીમ અને અરૂપ બિસ્વાસ પણ હતા.

અહીં જુઓ વીડિયો

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ થીમ પર દુર્ગા પૂજા પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોલકાતાની લોકપ્રિય દુર્ગા પૂજા સમિતિ શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ આ વખતે દુર્ગા પૂજા માટે એક અલગ થીમ પર પંડાલ બનાવી રહી છે. ગયા વર્ષે આ જ સમિતિએ બુર્જ ખલીફાની તર્જ પર ભવ્ય પંડાલ બનાવ્યો હતો. તેની ભવ્યતાના કારણે લાખો લોકો એકઠા થયા હતા. લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે ભીડ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સુરક્ષા સામે વાંધો ઉઠાવ્યા બાદ તેને દર્શકો માટે બંધ કરવો પડ્યો હતો. આ વખતે શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ વેટિકન સિટીની તર્જ પર પૂજા પંડાલ તૈયાર કરી રહી છે.

દુર્ગા પૂજાનો હિંદુ તહેવાર જેને દુર્ગોત્સવ અથવા શરદોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વાર્ષિક તહેવાર છે જે હિંદુ દેવી દુર્ગાનું સન્માન કરે છે અને મહિષાસુર પરના તેમના વિજયની ઉજવણી કરે છે.

Next Article