Viral Video : આ ચીની યુવતીએ લતા મંગેશકરના અંદાજમાં રેલાવ્યા સૂર, સાંભળીને લોકો થયા મંત્ર મુગ્ધ

|

Jan 06, 2022 | 4:34 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવતી લતા મંગેશકરના અંદાજમાં ગાતી જોવા મળી રહી છે.

Viral Video : આ ચીની યુવતીએ લતા મંગેશકરના અંદાજમાં રેલાવ્યા સૂર, સાંભળીને લોકો થયા મંત્ર મુગ્ધ
china girl singing like lata mangeshkar

Follow us on

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.સામાન્ય રીતે ઈન્ટરનેટ યુઝર્સને (Interner Usrs) સિંગિગ અને ડાન્સ વીડિયો ખુબ પસંદ આવતા હોય છે. જેમાં કેટલાક વીડિયોમાં સુરીલો અવાજ સાંભળીને લોકો પણ આશ્વર્ય ચકિત થાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક ચીની યુવતી (China Girl) જે રીતે લતા મંગેશકરના (Lata Mangeshkar) અંદાજમાં ગાઈ રહી છે તે સાંભળીને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક સિંગિગ કોમ્પિટિશન (Singing Competition) ચાલી રહ્યુ છે. જેમાં એક ચીની યુવતી લતા મંગેશકરનુ સોંગ ‘આંખી ખુલ્લી યા હો બંધ…ગાતી જોવા મળી રહી છે. આ સાંભળીને કોમ્પિટિશનના જજ પણ ઝુમી ઉઠે છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પરથી કહી શકાય છે કે સિંગર લતા મંગેશકરની દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે.

પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ

જુઓ વીડિયો

સ્વર કોકિલા લતા મંગેશકર

સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા પણ થિયેટર કલાકાર અને ગાયક હતા, તેથી તેમને સંગીત વારસામાં મળ્યું હતું. છેલ્લા 6 દાયકાથી ભારતીય સિનેમાને પોતાનો અવાજ આપી રહેલા લતા મંગેશકર ખૂબ જ શાંત અને પ્રતિભાથી સમૃદ્ધ છે. લતા મંગેશકરે માત્ર હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 2001માં લતા મંગેશકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Viral : આ ટેણિયાએ ન્યૂટનના ચોથા નિયમ સાથે જોડ્યો કોરોના ! જોઈને લોકોએ કહ્યુ ‘નોબેલ પ્રાઈઝનો દાવેદાર’

Next Article