Funny Video : બાળક મેટ્રોમાં જોરજોરથી રડતો હતો, તેની મમ્મીએ થપ્પડ બતાવતાં જ થઈ ગયો ચૂપ, જુઓ મજેદાર Video

આ વીડિયોમાં મેટ્રોમાં મુસાફરી દરમિયાન અચાનક બાળક કોઈ કારણ વગર જોરજોરથી રડતો જોવા મળે છે. બાળકની (Child) મમ્મી વારંવાર તેના આંસુ લૂછીને તેને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બાળકનું રડવાનું ચાલુ જ રહે છે.

Funny Video : બાળક મેટ્રોમાં જોરજોરથી રડતો હતો, તેની મમ્મીએ થપ્પડ બતાવતાં જ થઈ ગયો ચૂપ, જુઓ મજેદાર Video
child was crying loudly in the metro
| Edited By: | Updated on: Aug 20, 2021 | 1:29 PM

Funny Video : રડતા બાળકને ચૂપ કરવું એ આ દુનિયામાં સૌથી મુશ્કેલ બાબત છે. સાચે જ બાળકને ચૂપ કરવું એ કોઈ રમત વાત નથી, માત્ર મમ્મી જ હોય છે, જે બાળકને સરળતાથી ચૂપ કરી શકે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. આ વિડીયોને હાલ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

વાયરલ વીડિયોમાં એક મેટ્રો ટ્રેન (Metro Train) જોવા મળી રહી છે, ટ્રેનમાં બાળકની હરકતો જોઈને માતા જે કરે છે તે જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો. 15 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે,  મેટ્રોમાં મુસાફરી દરમિયાન અચાનક બાળક કોઈ કારણ વગર જોરજોરથી રડતો જોવા મળે છે. બાળકની (Child) મમ્મી વારંવાર તેના આંસુ લૂછીને તેને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બાળકનું રડવાનું ચાલુ જ રહે છે.

જુઓ વીડિયો

આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે, માતા બાળકને ઘણી વખત ચૂપ રહેવા કહે છે, પરંતુ બાળક વધુ મોટેથી રડવા લાગે છે. ત્યારબાદ તેને ખૂબ ગુસ્સો આવે છે અને તે બાળકને થપ્પડ બતાવે છે. મમ્મીની થપ્પડના આ ઈશારાને જોઈને બાળક એકાએક ચૂપ થઈ જાય છે. હાલ આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ghantaa નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 24 કલાક પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારથી લોકો આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

 

આ પણ વાંચો: Video : ભાઇના લગ્ન પર બહેને કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !

આ પણ વાંચો:  Viral Video : બોલીવુડ સોંગ પર વિદેશી અંકલે માર્યા ઠુમકા, વીડિયો જોઈને આવી જાશે માધુરીની યાદ !

Published On - 1:26 pm, Fri, 20 August 21