Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટે ટેણિયાએ લગાવ્યો ગજબનો જુગાડ, પણ તમે આવી ભુલ ન કરતા

દેશના જુદા જુદા ભાગોમાં ઠંડી જામી રહી છે. આવી સ્થિતિમાં કડકડતી ઠંડીથી બચવા લોકો અવનવા નુસખાઓ શોધી રહ્યા છે. દરમિયાન, દેશી જુગાડનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટે ટેણિયાએ લગાવ્યો ગજબનો જુગાડ, પણ તમે આવી ભુલ ન કરતા
Child Set Unique Jugaad for Bathing
| Edited By: | Updated on: Dec 23, 2021 | 9:27 AM

શિયાળો બરાબર જામ્યો છે ત્યારે કડકડતી ઠંડી (Cold)ના દિવસો શરૂ થઈ ગયા છે. જો કે સામાન્ય રીતે શિયાળાના દિવસોમાં ઠંડી દરેકને પસંદ હોય છે, પરંતુ આ દિવસોમાં નહાવું એ એક મોટી ભયંકર સમસ્યા સમાન છે. જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો, તો નહાયા પછી તમને ઠંડી લાગે છે અને ઠંડા પાણીથી નહાવાનું વિચારવાથી પણ શરદી થવા લાગે છે.

દેશના જુદા જુદા ભાગોમાં ઠંડી જામી રહી છે. આવી સ્થિતિમાં કડકડતી ઠંડીથી બચવા લોકો અવનવા નુસખાઓ શોધી રહ્યા છે. દરમિયાન, દેશી જુગાડનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો સ્નાન કર્યા વિના કામ કરે છે. આવા લોકો માટે નહાવાની એક શાનદાર રીત સામે આવી છે, ન તો નહાતી વખતે ઠંડી લાગશે અને ન તો નહાયા પછી ઠંડી લાગશે. સૌથી મજાની વાત તો એ છે કે આ રીતે ન્હાવા માટે પાણીનો બગાડ પણ ઘણો ઓછો થશે. ત્યારે વીડિયો (Viral Videos)જોયા પછી તમે પણ કહેશો કે જુગાડ તો જોરદાર છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાળકે શિયાળા (Winter)માં નહાવાનો અજીબોગરીબ દેશી જુગાડ (Funny Viral Videos)કાઢ્યો છે, જે જોઈને હસવું અને આશ્ચર્ય થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક આગ પર મૂકેલા તવામાં સ્નાન કરી રહ્યું છે. બાળક ગરમ પાણી સાથે ગરમ તવામાં ખૂબ જ આરામદાયક સ્નાન કરી રહ્યું છે. આ સાથે તે પાણીની પણ બચત કરી રહ્યો છે. જો કે, આ જુગાડ અજમાવવાની ભૂલ ન કરો, નહીં તો તે જીવલેણ બની શકે છે.

સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભારતીયોમાં ટેલેન્ટ ભરપૂર છે.’ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, તેને શાસ્ત્રોમાં પાખંડ કહેવામાં આવ્યું છે. ત્રીજા યુઝરે લખ્યું, ‘પાણી બચાવાનો આ ભયંકર જુગાડ છે. ત્યારે આ સિવાય એક યુઝર્સએ લખ્યું કે, સારૂ છે કે બાળક તેના પગ પર બેઠું છે.

આ પણ વાંચો: PM Kisan 10th Installment: 10માં હપ્તાની તારીખ જાહેર, આ દિવસે વડાપ્રધાન મોદી 12 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા કરશે ટ્રાન્સફર

આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બદલાઈ જશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની રીત, 10 પોઈન્ટમાં સમજો બધું

 

Published On - 9:27 am, Thu, 23 December 21