
મા-બાપ બનવું એ દુનિયાની સૌથી મોટી જવાબદારીમાંથી એક છે. સંતાન નાના હોય ત્યારથી લઈને તે સમજતો થાય ત્યાં સુધી તેની દરેક વસ્તુનું ધ્યાન રાખવુ, તેના સારી શિક્ષા અને સંસ્કાર આપવા એક મા-બાપની જવાબદારી હોય છે. પણ આ જવાબદારી સરળ નથી હોતી, સંતાનની ધમાલ-મસ્તીને પણ મા-બાપે સહન કરવાની હોય છે. પણ આવી ધમાલમસ્તીમાં ઘણીવાર મોટી સમસ્યા ઊભી થતી હોય છે. હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો તમામ વાલીઓ માટે બોધપાઠ સમાન છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મોલના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. માતા પોતાના દીકરા સાથે મોલમાં એસ્કેલેટરની મદદથી ઉપરના માળ પર જઈ રહી છે. તેવામાં દીકરાનું માથું એસ્કેલેટર અને દીવાલ વચ્ચે ફસાઈ જાય છે. માતાને લાગે છે કે તે મસ્તી કરી રહ્યો છે, પણ આ દ્રશ્યોને સ્પષ્ટ રીતે જોયા બાદ માતા અને અન્ય લોકો દંગ રહી જાય છે.
અંતે મોલના સ્ટાફ અને ફાયરબ્રિગેડના સ્ટાફની મદદથી તે બાળકનો જીવ બચાવવામાં આવે છે. આ વીડિયો કઈ જગ્યા અને ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો દરેક લોકો માટે બોધપાઠ સમાન છે.
આ પણ વાંચો: Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર ખતરનાક છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાળકોની નાની ભૂલ, વાલીઓ માટે આફત બની જતી હોય છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…