8 વર્ષની બાળકીના ગળામાં ચ્યુઈંગમ ફસાઈ, સીસીટીવી વીડિયો વાયરલ

માતા-પિતા સાવધાન થઈ જાવ. કારણ કે, આજકાલ છોકરાઓ ચ્યુઈંગમ ખુબ વધુ ખાય છે. કારણ કે, આ ચ્યુઈંગમ ક્યારેક તમારા બાળકનો જીવ પણ લઈ શકે છે. આવી જ ઘટનાના એક સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ બધા ચોંકી ગયા છે.

8 વર્ષની બાળકીના ગળામાં ચ્યુઈંગમ ફસાઈ, સીસીટીવી વીડિયો વાયરલ
| Updated on: Sep 19, 2025 | 2:53 PM

કેરળના કન્નુરમાં એક બાળકીનો જીવ કેટલાક યુવાનની સતર્કતાથી બચ્યો છે. બાળકી સાઈકલ ચલાવતા ચ્યુંઈગમ ખાય રહી હતી. આ દરમિયાન તેના ગળામાં ચ્યુઈંગમ ફસાય જાય છે અને બાળકીને ગુંગળામણ થાય છે. તે ગભરાય જાય છે અને રસ્તા પર શાકભાજી ખરીદી રહેલા યુવકો પાસે જાય છે. એક યુવકને જાણ થાય છે કે, તેના ગળામાં ચ્યુઈંગમ ફસાય જાય છે. એક યુવક તરત સ્થિતિ સમજી જાય છે અને પીઠ દબાવવા લાગે છે. જેના કારણે બાળકીના ગળામાં ફાસાયેલી ચ્યુઈંગમ બહાર નીકળી જાય છે અને બાળકીના શ્વાસ સામાન્ય થઈ જાય છે.

છોકરીના મોંઢામાંથી ચ્યુઇંગ ગમ કાઢી

વાયરલ થઈ રહેલા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, બાળકી સાઈકલ ચલાવી રહી હતી. ત્યારે ચ્યુઈંગમ મોંઢામાં નાંખે છે. ત્યારબાદ તેનો શ્વાસ રુંધાવવા લાગે છે, રસ્તાની સામે બાજુ રહેલા લોકો તેની મદદ કરે છે. પરિસ્થિતિને ઝડપથી સમજીને, યુવકે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માસૂમ છોકરીના મોંઢામાંથી ચ્યુઇંગ ગમ કાઢી નાંખે છે.

 

 

આ સમગ્ર મામલાને લઈ કેરળના શિક્ષણ મંત્રી વી.શિવનકુટ્ટીએ ફેસબુક પર યુવાનોના વખાણ કરતા લખ્યું કે, પલ્લિક્કારા ક્ન્નુરમાં યુવાનોએ બાળકીના ગળામાં ફસાયેલી ચ્યુઈંગમને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ યુવાનોની બહાદુરી અને સમજદારીના વખાણ કરી રહ્યા છે.

લોકોએ યુવાનોની પ્રશંસા કરી

આ ઘટના બાદ, છોકરીના પરિવાર અને આસપાસના લોકોએ યુવાનોની પ્રશંસા કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સમયસર મદદ ન પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટના એક શક્તિશાળી પાઠ છે: નાની બેદરકારી પણ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

 

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.