પ્રેમમાં દગો મળ્યો, તો યુવતીએ રસ્તા વચ્ચે કર્યો હંગામો, જુઓ ધમાલનો Viral Video

ગ્વાલિયરમાં એક છોકરીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, ફૂલબાગ ચોકમાં એક છોકરીએ હંગામો મચાવ્યો હતો. યુવતીએ એક કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. યુવતીએ કાર સવાર પર હુમલો કર્યો. યુવતીએ 1 કલાક સુધી રોડ પર હંગામો મચાવ્યો હતો.

પ્રેમમાં દગો મળ્યો, તો યુવતીએ રસ્તા વચ્ચે કર્યો હંગામો, જુઓ ધમાલનો Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 29, 2023 | 1:24 PM

આ મામલો ગ્વાલિયરના ફૂલબાગ ઈન્ટરસેક્શનનો છે. જ્યાં 25 વર્ષની યુવતીએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. તેણીએ માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ ન કર્યો, પરંતુ લોકોના વાહનો પર ચઢીને સ્કૂટી છીનવીને ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું. તેણે એક કાર માલિકને થપ્પડ પણ મારી હતી. કેટલાક લોકોએ યુવતીને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મામલો થાળે પાળવા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાચો: ભૂકંપ આવ્યો ત્યારે પોતાનો જીવ બચાવવાને બદલે દારૂ બચાવતો જોવા મળ્યો દારૂડિયો, જુઓ Viral Video

લગભગ 1 કલાક સુધી રોડ પર હંગામો મચાવ્યો હતો

આ વિડિઓ ટ્વિટર યુઝર સુશીલ કૌશિક (@SushilKaushikMP) દ્વારા 27 માર્ચે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી, તેણે કેપ્શનમાં લખ્યું કે, ગ્વાલિયરમાં એક છોકરીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, ફૂલબાગ ચોકમાં એક છોકરીએ હંગામો મચાવ્યો હતો. યુવતીએ એક કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.

યુવતીએ કાર સવાર પર હુમલો કર્યો. વૃદ્ધાની એક્ટિવા તે જાતે જ ડ્રાઇવ કરવા લાગી હતી. યુવતીએ પોલીસ બેરિકેડ્સ રોડ પર ફેંકી દીધા હતા. કેટલાક યુઝર્સે પૂછ્યું કે શું મહિલા નશામાં હતી? જો કે આ મામલે વધુ માહિતી નથી. પરંતુ આ વીડિયો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે.

અહીં જુઓ યુવતીનો વાયરલ વીડિયો

 

આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…