Chandra Grahan 2021: આજે જોવા મળશે ‘સુપર બ્લડ મૂન’, જાણો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવને ટાળવા શું કરવું અને શું નહીં

|

May 26, 2021 | 11:06 AM

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મે 2021, બુધવારે થશે. આ એક વિશેષ ખગોળીય ઘટના હશે. કારણ કે તે સુપર બ્લડ મૂન હશે.

Chandra Grahan 2021: આજે જોવા મળશે સુપર બ્લડ મૂન, જાણો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવને ટાળવા શું કરવું અને શું નહીં
File Photo

Follow us on

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મે 2021, બુધવારે થશે. આ એક વિશેષ ખગોળીય ઘટના હશે. કારણ કે તે સુપર બ્લડ મૂન (Super Blood Moon) હશે. વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ (Chandra Grahan) ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પૂર્વીય મહાસાગરમાં જોઇ શકાશે. ભારતની વાત કરીએ તો ચંદ્ર પૂર્વ ક્ષિતિજની નીચે હશે, જેના કારણે બ્લડ મૂન દેશના ઘણા ભાગોમાં જોવા નહીં મળે.

ચંદ્રગ્રહણ 26 મેના રોજ બપોરે 2.17 વાગ્યેથી શરૂ થશે અને સાંજે 7.19 સુધી ચાલશે.

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ક્યાં જોવા મળશે

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પૂર્વી એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટા ભાગના ભાગો અને ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતના લોકો આંશિક ચંદ્રગ્રહણનો અંતિમ ભાગ જોઈ શકશે.

ગ્રહણના સમયગાળા દરમિયાન શું ન કરવું

1. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન તેલ લગાવવું, પાણી પીવું, કપડા ધોવા વગેરે કાર્યોના કરવા ના જોઈએ.

2. એવું કહેવામાં આવે છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન અન્ન ખાનારા વ્યક્તિને ઘણા વર્ષો સુધી નરકમાં રહેવું પડે છે.

3. એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયગાળા દરમિયાન સુવાથી વ્યક્તિ બીમાર રહી શકે છે.

4. ચંદ્રગ્રહણમાં ત્રણ પ્રહરનું ભોજન કરવાનું વર્જિત માનવામાં આવે છે.

5. ગ્રહણના દિવસે પાંદડા, લાકડા અને ફૂલો વગેરે ના તોડવા જોઈએ.

6. ગ્રહણ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ના કરવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું

1. ગ્રહણ શરૂ થાય તે પહેલાં શુદ્ધ થઈ જાઓ. ગ્રહણ શરૂ થાય તે પહેલા નહાવા વગેરેને શુભ માનવામાં આવે છે.

2. ગ્રહણ અવધિ દરમિયાન દેવ-દેવીની પૂજા કરવી શુભ છે.

3. ચંદ્રગ્રહણમાં દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.

4. ગ્રહણ સમાપ્ત થયા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

5. ગ્રહણ સમાપ્ત થયા પછી ફરીથી સ્નાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેનાથી શુભ ફળ મળે છે.

6. ગ્રહણ અવધિ દરમિયાન ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં તુલસીના પાન નાખવા જોઈએ.

Next Article