મંત્રીજીના તીખા તેવર : પત્રકારો સાથે ગેરવર્તન કરતા આ કેન્દ્રીય મંત્રીનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાનો (Ajay Mishra) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેને કારણે ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે.

મંત્રીજીના તીખા તેવર : પત્રકારો સાથે ગેરવર્તન કરતા આ કેન્દ્રીય મંત્રીનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
Central Minister Ajay Mishra
| Edited By: | Updated on: Dec 16, 2021 | 6:41 PM

Viral Video : કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાનો (Ajay Mishra) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે પત્રકારો સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશની ખીરી સીટના (Lkhimpur-Kheri) લોકસભા સાંસદનો આ વીડિયો વાયરલ થતા ટ્વિટર પર તેને બરતરફ કરવાની માગ કરવામા આવી રહી છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓએ આ વીડિયો અંગે ટ્વિટ કરીને ટેનીને બરતરફ કરવાની માગ કરી છે.

મંત્રીનુ મનસ્વી વર્તન કેટલુ યોગ્ય..?

લખીમપુર ખીરી હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ (Ashish Mishra) વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવતા તેઓ આકરા મુડમાં જોવા મળી રહ્યા છે. અજય મિશ્રા બુધવારે લખીમપુરમાં મધર ચાઈલ્ડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કરવા ગયા હતા. આ દરમિયાન તેણે પત્રકારો સાથે ગેરવર્તન કર્યુ હતુ.જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

અજય મિશ્રાએ પત્રકારને આપી ધમકી

પત્રકાર SIT તપાસ અંગે મંત્રીને સવાલ કરી રહ્યો હતા, જેના પર અજય મિશ્રા ગુસ્સે થઈ ગયા. રિપોર્ટરને કહ્યું, “તમારું મગજ ખરાબ છે,તમે જે કામ માટે આવ્યા છો તેની વાત કરો. પહેલા તમારો ફોન બંધ કરો.” મંત્રી અહીંથી ન અટક્યા અને રિપોર્ટરને ધક્કો પણ મારી દીધો. આ વીડિયો વાયરલ થતા વિપક્ષ સહિત અન્ય લોકો દ્વારા પણ તેને બરતરફ કરવાની માગ કરવામાં આવી રહી છે.લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence)  મામલે આજે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.  ત્યારે મંત્રીજીના આ મનસ્વી વર્તનને કારણે ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે.

 

આ પણ વાંચો : લખીમપુર હિંસા કેસ મુદ્દે સસંદમાં હોબાળો, બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કોર્ટ આ રાજ્યમાં બળદગાડા રેસને આપી શરતી મંજુરી

Published On - 6:41 pm, Thu, 16 December 21