ઇન્ડોનેશિયા (Indonesia) ની એક મીડિયા કંપની દ્વારા શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પર રીપોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં, જોઈ શકાય છે કે એક વ્યક્તિ વરસાદમાં છત્રી લઈ ચાલ્યો જાય છે. જ્યારે તે વિસ્તારમાં પાર્ક કરેલા વાહનો લશ્કરી વાહનો જેવા દેખાય છે. ત્યારે વીડિયો શરૂ થતાની 15 સેકન્ડ બાદ જે થાય છે તે જોઈ સૌ કોઈ દંગ રહી જાય છે.
વીડિયોમાં છત્રી લઈ ચાલતા જતા વ્યક્તિ પર વિસ્ફોટ અને સ્પાર્ક જોઈ શકાય છે, અને પછી ફૂટેજમાં તે જમીન પર પડતો દેખાય છે. ત્યારે તે ઉઠવામાં નિષ્ફળ જાય છે, અને લોકો તેની તરફ દોડે છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હતી, સ્થાનિક મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે પોલીસે આ સમાચારની પુષ્ટિ કરી હતી.
અહેવાલો અનુસાર, વીજળી પડવાથી તે વ્યક્તિના હાથ દાઝી જાય છે પરંતુ તે વ્યક્તિનો જીવ બચી ગયો છે. પહેલા તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ હવે તે ઘરે છે અને સ્વસ્થ છે. એવું માનવામાં આવે છે કે વોકી-ટોકી, જે તેણે તેના હાથમાં પકડી હતી, તેના કારણે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જને આકર્ષિત કર્યા હશે અને આ ઘટના બની હશે.
વીજળી (Lightning) પડવાની સંભાવના ભૌગોલિક સ્થાન સહિત ઘણા પરિબળો પર આધારિત છે. ભારત (India)માં વાર્ષિક વીજળીથી થતા મૃત્યુ હજારો સુધી પહોંચે છે, જ્યારે યુ.એસ. (US)માં વીજળી પડવાથી દર વર્ષે સરેરાશ 50 લોકો મૃત્યુ પામે છે. જેઓ બચી જાય છે તેઓને કાર્ડિયાક અરેસ્ટ, ગંભીર રીતે દાજવું અને આજીવન મગજને નુકસાન પહોંચી શકે છે.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Centers for Disease Control and Prevention) અનુસાર, સ્ત્રીઓ કરતાં પુરૂષો વધુ વખત વીજળીની ઝપેટમાં આવે છે. જે જણાવે છે કે વીજળી સંબંધિત મૃત્યુમાં લગભગ 85% પુરુષો છે. એવું પણ માનવામાં આવે છે કે છત્રી વહન કરવાથી સીધો હિટ થવાની શક્યતા વધી જાય છે, કારણ કે તે સંભવિત શક્યતાને વધારે છે.
આ પણ વાંચો: Viral: નદીમાં જામેલા બરફને તોડવા યુવકે લગાવ્યો ગજબ જુગાડ, લોકો બોલ્યા આ તો ‘નિન્જા ટેકનિક’
આ પણ વાંચો: Paytm Spoof: બેધડક નકલી Paytm એપનો થઈ રહ્યો છે ઉપયોગ, તમે પણ બની શકો છો આનો શિકાર, જાણો બચવાની રીત