સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાંથી કેટલાક આશ્ચર્યચકિત કરે તેવા હોય છે. ખાસ કરીને જાનવરોને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ભરેલા છે. તમે પ્રાણીઓના દોડતા-કુદતા ઘણા વીડિયો (Animals Videos) જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને ગાતા હોય અથવા એમ કહો કે સુરમાં સુર મેળવતા જોયા છે? વર્ષ 2020માં એક કૂતરાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તે રાનુ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’ ગાતો જોવા મળ્યો હતો અને હવે આ દિવસોમાં એક બિલાડીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમે ભાગ્યેજ આ પહેલા ક્યારેય બિલાડીને આવું ગાતી સાંભળી હશે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન ગિટાર વગાડી રહ્યો છે અને માઈક તેની બાજુમાં બેઠેલી બિલાડીની સામે છે. બિલાડી તેના ગિટારની ધૂન સાથે ગીત ગાય છે. તે સમયાંતરે એટલી સુંદર રીતે મ્યાઉ કરે છે કે સાંભળીને દીલ ખુશ થઈ જાય છે. ગિટાર વગાડતી વખતે યુવાન થોભી જાય છે અને બિલાડી તરફ જોતાની સાથે જ બિલાડી એક સુંદર મ્યાઉનો સૂર છોડે છે. આ વીડિયો જોઈને લાગે છે કે સંગીતકાર અને ગાયક વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
The black cat blues.. 🎶 pic.twitter.com/eLeXcJxfSb
— Buitengebieden (@buitengebieden_) February 20, 2022
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ બિલાડી એક જીનિયસ છે, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘બિલાડીમાં સંગીતની અદ્દભુત સમજ હોય છે, જ્યારે કૂતરા પાસે સ્પષ્ટ રીતે હોતી નથી’. એ જ રીતે બીજા ઘણા યુઝર્સે વિવિધ પ્રકારની ફની કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો: Viral: બોક્સ અંદર છુપાયને ટેણીઓ જોઈ રહ્યો હતો મોબાઈલ, બાળકને શોધવા પિતાએ અજમાવી આ યુક્તિ
આ પણ વાંચો: Cyber Fraud: બદલી ગયો છે સાઈબર ક્રાઈમનો હેલ્પલાઈન નંબર, હવે આ નંબર પર કરી શકાશે ફરિયાદ